Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ડોમિનીકામાં પ્રતિબંધિત અપ્રવાસી જાહેર થયો મેહુલ ચોકસી

ભાગેડુ મેહુલ ચોકસીની મુશ્કેલી વધીઃ ત્યાંની સરકારે નોટીસ ફટકારી

નવી દિલ્હી, તા. ૧૦ :. ભાગેડુ હિરાના વેપારી મેહુલ ચોકસીની મુશ્કેલી વધતી જાય છે. હવે ડોમિનીકાએ તેને પ્રતિબંધીત અપ્રવાસી જાહેર કર્યો છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે ચોકસી ઉપર ડોમિનીકામાં ગેરકાયદે ઘુસવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ડોમિનીકાના રાષ્ટ્રીય સુરક્ષા અને ગૃહ મામલાના મંત્રાલય દ્વારા જાહેર એક નોટીસ અનુસાર મેહુલ ચોકસીને ૨૫મી મેના રોજ એક પ્રતિબંધીત અપ્રવાસી જાહેર કરવામાં આવ્યો હતો.

રીપોર્ટ અનુસાર મંત્રાલયે એ જ દિવસે ચોકસીને એક અલગ નોટીસ પણ મોકલી હતી. જેમાં તેને જણાવાયુ હતુ કે તમને ડોમિનીકામાં પ્રવેશવાની પરવાનગી નથી. નોટીસમાં જણાવાયુ હતુ કે પોલીસને નિર્દેશ અપાયો છે કે તમને પરત મોકલવામાં માટે બધા પગલા લેવામાં આવે.

દરમિયાન ડોમિનીકા હાઈકોર્ટે મેહુલ ચોકસીની જામીન અરજી પર સુનાવણી ૧૧ જૂન પર સ્થગીત કરી છે.

(10:57 am IST)