Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મોનોકલોનલ એન્ટીબોડી થેરાપી કારગર

દિલ્હીની ગંગારામ હોસ્પિટલે કોવિડ-૧૯ દર્દીઓને એન્ટીબોડી થેરાપીથી સાજા કર્યા : ૧૨ કલાકમાં રજા

મોનોકલોનલ એન્ટીબોડી, એન્ટીબોડીની એક કોપી છે, જે એક વિશિષ્ટએન્ટીજનને ટાર્ગેટ કરે છે : આ સારવારનો ઉપયોગ પહેલા ઇબોલા અને એચઆઈવીમાં કરવામાં આવી ચુકયો છે

નવી દિલ્હી,તા. ૧૦: ગંગારામ હોસ્પિટલના ડોકટરોએ કોરોના દર્દીઓને મોનોકલોનલ એન્ટીબોડી થેરેપી આપી. ડોકટરો પ્રમાણે મોનોકલોનલ એન્ટીબોડી થેરેપીથી ૧૨ કલાકની અંદર કોવિડ-૧૯ ના બે દર્દીઓના સ્વાસ્થ્યમાં ખુબ સુધાર થયો. સર ગંગારામ હોસ્પિટલના મેડિકલ ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલ્ટેન્ટ ડોકટર પૂજા ખોસલાએ જણાવ્યું કે, ૩૬ વર્ષીય એક સ્વાસ્થ્ય કર્મીને ખુબ તાવ, ઉધરસ, માંસપેશીમાં દુખાવો, નબળાઇ અને White Blood Cells ની કમીથી પીડિત હતો. તેને મંગળવારે બીમારીના છઠ્ઠા દિવસે મોનોકલોનલ એન્ટીબોડી કોકટેલ આપવામાં આવ્યું.

ડોકટર પૂજા ખોસલાએ જણાવ્યું કે, આ પ્રકારના લક્ષણવાળા દર્દી Moderate થી સીરિયર સ્થિતિમાં ઝડપથી પહોંચી જાય છે. આ મામલામાં ૫ દિવસ સુધી દર્દીને તાવ રહ્યો અને White Blood Cells નું સ્તર ૨૬૦૦ સુધી ઘટી ગયું હતું. ત્યારબાદ તેને મોનોકલોનલ એન્ટીબોડી થેરેપી આપવામાં આવી, જેની ૮ કલાકમાં તેના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળ્યો હતો. દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.

મોનોકલોનલ એન્ટીબોડી, એન્ટીબોડીની એક કોપી છે, જે એક વિશિષ્ટએન્ટીજનને ટાર્ગેટ કરે છે. આ સારવારનો ઉપયોગ પહેલા ઇબોલા અને એચઆઈવીમાં કરવામાં આવી ચુકયો છે. તો બીજો મામલો ૮૦ વર્ષીય દર્દી આર કે રાજદાનનો છે. તેઓ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત હતા અને તેમને તાવ અને ઉધરસ હતી. હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું કે, સીટી સ્કેનમાં હળવી બીમારીની પુષ્ટિ થઈ. તેમને પાંચમાં દિવસે  REGN-COV2 આપવામાં આવ્યું. દર્દીના સ્વાસ્થ્યમાં ૧૨ કલાકની અંદર સુધાર થયો હતો.

ડોકટર ખોસલાએ કહ્યું કે, જો યોગ્ય સમય પર મોનોકલોનલ એન્ટીબોડી થેરેપીનો ઉપયોગ થાય છે, તો સારવારમાં મોટુ પરિવર્તન લાવી શકે છે. તેનાથી વધુ ખતરાનો સામનો કરી રહેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા કે તેની સ્થિતિને વધુ ખરાબ થતી બચાવી શકાય છે. તો તેનાથી સ્ટેરોયડ કે અમ્યૂનોમોડ્યૂલેશનનો ઉપયોગ ઓછો કરી શકાય છે અને તેનાથી બચી શકાય છે. તેનાથી મ્યુકરમાઇકોસિસ કે અન્ય પ્રકારના અન્ય સંક્રમણનો ખતરો ઓછો થાય છે. તો ડોકટરોએ જણાવ્યું કે હાર્ટ સંબંધી બીમારીઓથી ગ્રસ્ત બે કોવિડ-૧૯ ના દર્દીઓ પર મોનોકલોનલ એન્ટીબોડી થેરેપીનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના એક સપ્તાહ બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

(10:29 am IST)