Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

૧૦ વર્ષથી હતી 'ગુમ' : પડોશમાં રહેનાર પ્રેમીના ઘરેથી મળી : છોકરીના ઘરવાળાને ખબર સુધ્ધાં ન પડી

છોકરી રાત્રે રૂમની બારીમાંથી બહાર નિકળી જતી હતી : જે દિવસે બંધ રહેતી હતી : રૂમમાંથી કોઇ ટોયલેટ પણ ન હતું. તેનો પ્રેમી તેને જમવાનું પહોંચાડવાની સાથે અન્ય જરૂરી વસ્તુઓ આપી જતો હતો

પલક્કડ (કેરલ),તા.૧૦:કેરલના એક ગામમાંથી ૧૦ વર્ષ પહેલાં પોતાના ઘરમાંથી ગુમ છોકરી પોતાના પ્રેમી સાથે મળી છે અને આટલા વર્ષોથી તે પોતાના પ્રેમીના ઘરના એક રૂમમાં રહેતી હતી. આશ્વર્યની વાત એ છે કે આ વિશે બંનેના પરિજનોને ભનક પણ લાગવા ન દીધી જયારે છોકરીનું ઘર પ્રેમીના ઘરની પાસે જ હતું અને છોકરીના ઘરવાળાને પણ તેની ખબર ન પડી.

પોલીસે જણાવ્યું કે છોકરી ફેબ્રુઆરી ૨૦૧૦માં નેમારા પોલીસ મથક ક્ષેત્રના અયીરૂરથી ગુમ થઇ હતી અને તે સમયે તે ફકત ૧૮ વર્ષની હતી. પોલીસે કેસ દાખલ કર્યા બાદ તપાસ કરી. પોલીસે જણાવ્યું કે છોકરીનું ઘર પ્રેમીના ઘરની નજીક હતું અને તે આ વર્ષે માર્ચ સુધી તે છોકરીના સાથે જ રહેતો હતો. પોલીસના અનુસાર કરાકટુપારમ્બ ગામમાં એક રૂમમાં રહેતી છોકરીની દેખભાળ તેના પ્રેમીએ કરી.

છોકરી રાત્રે રૂમની બારીમાંથી બહાર નિકળી જતી હતી, જે દિવસે બંધ રહેતી હતી. રૂમમાંથી કોઇ ટોયલેટ પણ ન હતું. તેનો પ્રેમી તેને જમવાનું પહોંચાડવાની સાથે અન્ય જરૂરી વસ્તુઓ આપી જતો હતો અને બહારથી રૂમને બંધ કરી દેતો હતો. પ્રેમી ત્રણ મહિના પહેલાં ગુમ થઇ ગયો હતો, જેની તપાસ દરમિયાન આ કહાનીની ખબર પડી છે. તે પણ પોતાની પ્રેમીની સાથે જ જતી રહી હતી.

મંગળવારે વ્યકિતના ભાઇએ બંને વિશે ખબર પડી. આ બંને નેમાર નજીક સ્થિત વિથાનાસેરી ગામમાં એક ભાડાના રૂમમાં રહેતા હતા. પોલીસે જણાવ્યું કે આ બંનેને એક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. છોકરીને તેના પ્રેમી સાથે રહેવાની પરવાનગી આપવામાં આવી કારણ કે તે બાલિગ છે. તેને સંબંધનો પણ તેનો વિરોધ ન કર્યો.

પોલીસે જણાવ્યું કે ગત ૧૦ વર્ષથી તે કરાકટુપારમ્બમાં વ્કયતિના ઘરમાં જ રહેતી હતી અને તે આટલા વર્ષોથી પોતાની પ્રેમિકાને સંતાડી રાખવામાં સફળ રહ્યો હતો. અહીંયા સુધી કે તેના વાલી અને તેની બહેનને પણ તેની ખબર ન હતી. જોકે આ વિશે વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે આ બધી જાણકારી સંબંધીઓ પાસેથી મેળવવામાં આવી છે અને તેની તપાસ કરશે.

(10:24 am IST)