Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

બાફેલુ ભોજન... દરરોજ યોગ... ૧૨૫ વર્ષની વયે બાબા શિવાનંદે લીધી કોરોના વેકસીન

ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્વામી શિવાનંદે કોરોના વેકસીન લીધી

વારાણસી,તા. ૧૦: ઉત્ત્।ર પ્રદેશના વારાણસીમાં વિશ્વના સૌથી વયસ્ક વ્યકિત સ્વામી શિવાનંદે ગઇ કાલે કોરોના વેકસીન લીધી. વારાણસીના દુર્ગાકુંડ સ્થિત જાહેર સ્વાસ્થ્ય કેન્દ્ર પર વોક ઈન રેજિસ્ટ્રેશન બાદ સ્વાસ્થ્યકર્મીઓએ તેમને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ આપ્યો હતો. ૧૨૫ વર્ષીય સ્વામી શિવાનંદ વારાણસીના ભેલુપૂર વિસ્તારના કબીરનગરમાં રહે છે.

અમારા સહયોગી એનબીટી ઓનલાઈન સાથેની વાતચીતમાં વેકસીન સેન્ટર પર વોલેન્ટિયર્સ તરીકે કામ કરી રહેલા એબીવીપીના પ્રદેશ મંત્રી સાક્ષી સિંહે જણાવ્યું હતું કે, બાબા શિવાનંદના આધારકાર્ડ મુજબ તેમની ઉંમર ૧૨૫ વર્ષ હતી પરંતુ વેકસીન માટે રજિસ્ટ્રેશન દરમિયાન ૧૨૧ વર્ષની ઉંમર પર તેમની નોંધણી કરાવવામાં આવી હતી અને તેમને વેકસીન આપવામાં આવી હતી.

બાબા શિવાનંદ વારાણસીના ભેલુપૂર વિસ્તારની કબીરનગર કોલોનીમાં રહે છે. બાબા ૧૨૫ વર્ષની વયે પણ એટલા એકિટવ છે કે તેઓ રોજ સવારે ૩ વાગ્યે ઊઠી જાય છે અને કલાકો સુધી યોગ કરે છે. ત્યારબાદ પોતાની દિનચર્યાની શરૂઆત કરે છે. તેઓ તેલ-મસાલાવાળો ખોરાક લેતા નથી પરંતુ ફકત બાફેલુ ભોજન જ લે છે. બાબાના આધાર કાર્ડ મુજબ ૮ ઓગસ્ટ ૧૮૯૬ના રોજ તેમનો જન્મ બાંગ્લાદેશના શ્રીહટ્ટ જિલ્લામાં થયો હતો. તેમના માતા-પિતા ઘણા જ ગરીબ હતા અને ભીખ માંગીને પોતાનું પેટ ભરતા હતા. ભૂખના કારણે તેમના માતા-પિતાનું નિધન થયું હતું અને ત્યારથી બાબાએ અડધુ પેટ જ ભોજન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

સ્વામી શિવાનંદે ૧૯૭૭માં વૃંદાવન રહીને બે વર્ષ સુધી દીક્ષા લીધી હતી. ત્યારબાદ ૧૯૭૯માં કાશી આવ્યા હતા અને પછી અહીં જ વસી ગયા હતા. બાબાની શિષ્યા પ્રજ્ઞા મોરોને જણાવ્યું હતું કે જયારે પણ કોઈ બાબાને જોવે છે તો તે તેમની ઉંમર ૭૦થી ૮૦ વર્ષની કહે છે. પરંતુ હકિકતમાં બાબા ૧૨૫ વર્ષના છે.

(10:24 am IST)