Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મનોવૈજ્ઞાનિકે જણાવ્યા કારણ

યુવાન લોકો પોતાનાથી મોટી ઉંમરની વ્યકિતનાં પ્રેમમાં કેમ પડે છે?

પેડોફેલિક ડિસઓર્ડરમાં વ્યકિત પોતાની ઉંમરથી નાની વ્યકિત ખાસ કરીને બાળક સાથે જાતિય વર્તન કરતું જોવા મળે છે

નવી દિલ્હી,તા.૧૦: મનોવિજ્ઞાનમાં વિવિધ પ્રકારની જાતીય વિકૃતિ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં લોકોની અંદર સહુથી વધુ બે વિકૃતિ જોવા મળે છે જેમાં પેડોફેલિક ડિસઓર્ડર અને ગેરેન્ટોફિલિયાનો સમાવેશ થાય છે. પેડોફેલિક ડિસઓર્ડરમાં વ્યકિત પોતાની ઉંમરથી નાની વ્યકિત ખાસ કરીને બાળક સાથે જાતિય વર્તન કરતું જોવા મળે છે. તેઓ બાળક તરફ વધુ આકર્ષણ અનુભવે છે. જયારે ગેરેન્ટોફિલિયામાં વ્યકિત પોતાનાથી ઉંમરમાં મોટી વ્યકિત ખાસ કરીને વૃદ્ઘ વ્યકિતના પ્રેમમાં પડી તેની સાથે જાતીય સંબધો સ્થાપિત કરે છે.

શુ છે ગેરેન્ટોફિલિયા?

આ પ્રકારની વ્યકિતને પોતાની ઉંમરની વ્યકિત તરફ કોઈ પ્રકારનું આકર્ષણ હોતું નથી. આ એક એવો ડિસઓર્ડર છે જેમાં વ્યકિત પોતાનાથી ઉંમરમાં બહુ મોટી વ્યકિત તરફ આકર્ષણ અનુભવે છે અને જાતીય સંબધો બાંધે છે. ગેરોન્ટોફિલિયાએ એવા લોકોમાં જોવા મળે છે જે પોતાના બાળપણમાં વૃદ્ઘ મહિલાઓ અથવા પુરુષો દ્વારા હિંસાનો ભોગ બન્યા હોય. તેઓ તેમના માતાપિતાથી પણ હતાશ અને નિરાશ હોય અને તેથી બાળક તરીકે તેમને વારંવાર માર મારવામાં આવ્યા હોય.

આપણે જે અક્રમણના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ, જેમા બધી જૂની માન્યતાઓ ઝડપથી વિપરીત થઈ રહી છે.  આપણી સૌથી અગત્યની અને મૂળ સંસ્થા 'લગ્નજીવન' છે, જેનું સ્વરૂપ પણ આજે ઝડપથી બદલાઈ રહ્યું છે.  આજે લગ્ન સંબંધી ઘણી માન્યતાઓને નકારી કાઢવામાં આવી છે.  તેની જગ્યાએ અનુકૂળતા અનુસાર નવા રિવાજો શરૂ થયા છે.  આમાંની એક માન્યતા છે - સ્ત્રી પતિ કરતા મોટી હોવી તે છે.  તે બંનેને અનુકૂળ લાગે છે.  તેના કારણો કેટલાક મનોવૈજ્ઞાનિક છે અને કેટલાક નવા યુગમાં ઉત્પન્ન કરવામાં આવ્યા છે.

આજના યુવક-યુવતીઓ બંને પોતાની કારકિર્દીને લઈને ખૂબ મહત્વાકાંક્ષી છે.  તેમને કંઈક બનવાનો જુસ્સો રહે છે. તેના માટે સમય જરૂરી છે.  પહેલા અભ્યાસ, પછી નોકરી, ત્યાં સુધીમાં દ્યણી ઉમર નીકળી જાય છે.  છોકરીઓને સખત મહેનત, સમર્પણ, નિષ્ઠા અને પસંદગીને લીધે સારી નોકરી અને પ્રમોશન ઝડપથી મળે છે.  અન્ય કારણો પણ હોઈ શકે છે, જેમ કે નૈતિકતાથી વ્યવહાર કરવો વગેરે.

પછી પદના ગૌરવમાં, તે ઉચ્ચ નામના વહીવટી પદ પર ફરજ બજાવતા પતિની નીચે રહેવા માંગતી નથી. જેમકે અનિષા ચિનોય એક બહુ મોટા પ્રશાસનિક પદ પર કાર્યરત છે તે કહે છે કે, હું લગ્ન કરીશ તો મારાથી નાની ઉમરના વ્યકિત સાથે, જે મને કોઈપણ પ્રકારના સવાલ-જવાબ ન કરતા મને એક સન્માનજનક જીવન આપે. ભલે તે મારા કરતા ઓછી કમાણી કરે, પણ મારા પર વર્ચસ્વ ન રાખે, કેમ કે તે મારાથી સહન થઈ શકશે નહી.

આજની કમાઉ, આત્મનિર્ભર, આત્મવિશ્વાસથી પૂર્ણ સ્ત્રીને રક્ષણની નહી, પરંતુ જીવનસાથીની વધારે જરૂર છે, જે એક નાની ઉમરનો યુવાન પતિ પૂરી પાડી શકે છે.

એક હકીકત એ પણ છે કે, છોકરીઓ બ્યુટી પાર્લરને કારણે પોતાની ઉમરને ઓછી બતાવવા માટે સક્ષમ છે.  તે સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પ્રત્યે ખૂબ સભાન છે.  સફેદ વાળ હવે કોઈ સમસ્યા નથી.  લોરિયલ, ગાર્નિયર, ગોદરેજ અને બાયગોન વગેરેનો આભાર.  રીંકલ ફ્રી ક્રીમ અને લોશન છે.  વિવિધ પ્રકારની મેકઅપની પદ્ઘતિઓ છે.  શહનાઝ હુસેનને જુઓ, તેમની ઉંમર કોણ જણાવી શકે છે.  એ જ રીતે હેમા માલિની, રેખા, શર્મિલા ટાગોર પર નજર નાખો, તેઓ પાંચમા દશકની ઉંમરે પણ ખૂબ આકર્ષક છે.  તે આજની ફેશનેબલ મહિલાઓની રોલ મોડેલ છે.

ઉદિતા મોડેલિંગના ક્ષેત્રમાં છે.  તે પોતે પણ બાડી ટૈપલના નામથી એક મોડેલિંગ સ્કૂલ પણ ચલાવે છે.  જયારે રુદ્રાક્ષ મહાજન, જે તેની બહેનને મોડેલિંગની તાલીમ માટે મુકવા આવતો હતો, તેની સાથે પ્રેમ થયો હતો, ત્યારબાદ તેણે થોડા દિવસો પછી દસ વર્ષ મોટી ઉદિતા સાથે લગ્ન કર્યા.

મધર ફિકસેશનને લઇને મનોવૈજ્ઞાનિકોનો અભિપ્રાય છે કે, પુરૂષોમા એક કોંમ્પલેકસ હોય છે, જેના કારણે તે પત્નીમાં માતાની છબી શોધવાનો પ્રયાસ કરે છે.  ખરેખર, દરેક પુરૂષમાં કયાંક એક બાળક છુપાયેલું હોય છે, જે માતાની નિકટતાની ઝંખના કરે છે.  મોટી ઉમરની મહિલાઓ સાથે લગ્ન કરવા પાછળનું એક કારણ બાળપણમાં માતાના પ્રેમનો અભાવ પણ હોઈ શકે છે.  આ એક એવી ઉણપ છે, જેને દરેક પુરૂષ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા માંગે છે.  પોતાનો ગુસ્સો, અવાજ અને ક્રોધને જેમ એક માતા પોતાની મમતાથી શાંત કરે છે, તે એવી પત્નીની માંગ કરે છે. એવી નહી કે જે આગમાં દ્યી હોમવાનું કાર્ય કરે છે.

ઉત્ત્।ેજક પ્રેમ અસ્થાયી હોય છે, જયારે ધીર-ગંભીર પ્રેમ કાયમી હોય છે.  સમસ્યાઓનો સામનો કરવાની ઉંડી ભાવના ફકત વૃદ્ઘ મહિલાઓમાં જ મળી શકે છે.  તે જ પતિને વધુ સારો નૈતિક સપોર્ટ આપીને આંતરિક સુરક્ષા પ્રદાન કરી શકે છે.

મોટી પત્ની સાથે પતિ જે આરામ અનુભવે છે તે નાની સ્ત્રી સાથે અનુભવતો ન હોઈ શકે, કારણ કે તેની સામે વિવિધ પ્રકારના દબાણો હોય છે.

દોષપૂર્ણ શિક્ષણ : નાનપણમાં જયારે વ્યકિતને ખામીયુકત કે દોષપૂર્ણ શિક્ષણ મળ્યું હોય ત્યારે વ્યકિતમાં આવા પ્રકારની જાતિય વિકૃતિ જોવા મળે છે.

ડર તથા ચિંતાની લાગણી : જયારે વ્યકિત પોતાની ઉંમરની વ્યકિત થી ભય અનુભવે અથવા ચિંતા અનુભવે તો આ વિકૃતિનો વિકાસ થાય છે. તેની ઇનસિકયુરિટી આ વિકૃતિને પ્રોત્સાહન આપે છે.

આંતર વૈયકિતક સમસ્યાઓ : જયારે સરખી ઉંમરની વ્યકિત વચ્ચે આંતર વૈયકિતક સંદ્યર્ષ ઉતપન્ન થાય છે ત્યારે વ્યકિત મોટી ઉંમરની વ્યકિત ના પ્રેમમાં પડે છે.

જાતનું અવમુલ્યાંકન  : વ્યકિતને જયારે એવું લાગે કે, તે પોતાની ઉંમરની વ્યકિતને જાતીય સંતોષ નહિ આપી શકે તો તે વૃદ્ઘ વ્યકિતના પ્રેમમાં પડી તેની સાથે જાતીય સંબધો સ્થાપે છે.

લક્ષણો

. વૃદ્ઘ અથવા પોતાનાથી મોટી ઉંમરની વ્યકિત સાથે જ સતત સંપર્કમાં રહેવું

. શરીર પરની કરચલીઓ ગમવી

. પોતાની ઉંમરની વ્યકિતથી દૂર રહેવું

. વૃદ્ઘ વ્યકિતઓના અશ્લીલ ફોટાઓ જોવા

કારણો

. મોટી ઉંમરની સ્ત્રીઓ અને પુરૂષો પરિપકવ અને અનુભવી છે.  તેથી, તેઓ સારા સંબધો રાખી શકે, અને સંતુલિત વર્તન કરી શકે

. નાનપણમાં મોટી ઉંમરની વ્યકિત તરફથી નફરત મળી હોય ત્યારે બદલો લેવાના ભાવ રૂપે

. મોટી ઉંમરની વ્યકિત વધુ પરિપકવ હોય તો જાતિય સંતોષ મેળવવા માટે

. અસુરક્ષિત હોવાનો અનુભવ થતો હોય એ માટે

. પોતાની ઉંમરની વ્યકિતમાં રસ ન હોવો અને મોટી ઉંમરની વ્યકિત તરફ આકર્ષણ અનુભવવુ

(10:23 am IST)