Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

PAHOની ખાસ ચેતવણી

જો આ રીતે કેસ વધશે તો કોરોના કંટ્રોલ કરવામાં અનેક વર્ષો લાગશે

નવી દિલ્હી,તા. ૧૦: દ પૈન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઈઝેશન (PAHO)એ ગઇ કાલે ચેતવણી આપી છે કે જે રીતે કોરોનાની મહામારી હજુ પણ ફેલાઈ રહી છે તે રીતે અમેરિકી દેશમાં આ વાયરસને નિયંત્રિત કરવામાં વર્ષો લાગી જશે. ઉલ્લેખનીય છે કે PAHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું એક ક્ષેત્રીય કાર્યાલય છે.સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં PAHOના ડાયરેકટર Carissa Etienneએ કહ્યું કે ગયા અઠવાડિયામાં ૧.૨ મિલિયન નવા કોરોનાના કેસ નોંધાયા છે અને લગભગ ૩૪૦૦૦ લોકોના મોત થયા છે.   તેઓએ કહ્યું કે કોરોનાનો મૃત્યુદર  યૂનાઈટેડ સ્ટેટ્સ, બ્રાઝિલ, મેકિસકો અને પેરૂમાં વધારે જોવા મળ્યો છે. 

Carissa Etienneએ કહ્યું કે જો આવું જ ચાલતું રહેશે તો સ્વાસ્થ્ય, સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં અનેક અસમાનતા વ્યાપક સ્તરે પહોંચશે. આ સિવાય વાયરસને નિયંત્રિત કરવા માટે અનેક વર્ષો લાગી શકે છે. અધિકૃત આંકડાની વાત કરીએ તો યૂએસમાં સૌથી વધારે મૃત્યુદર નોંધાઈ રહ્યો છે. આ પછી બ્રાઝિલ અને પછી ભારતનો નંબર આવે છે.  જો કે યૂએસ ઝડપથી વેકસીનેશન ડ્રાઈવ ચલાવી રહ્યું છે અને કેસને કંટ્રોલમાં લઈ રહ્યું છે. જયારે બ્રાઝિલમાં સેંકડો મોત રોજ વાયરસના કારણે થઈ રહ્યા છે. 

Carissa Etienneએ યૂએસ, કેનેડા, સ્પેનને વેકિસન ડોનેટ કરવા અને કોરોનાના દ્યાતક સંક્રમણ સામે લડવા માટે ફંડ આપવા માટે આભીર માન્યો છે.  જો કે તેઓએ કહ્યું છે કે હજુ પણ તેની વધારે જરૂર છે. અમને વિશ્વાસ છે કે અન્ય દેશો પણ આ દેશનું અનુસરણ કરશે અને અમને જે સપોર્ટની જરૂર છે તેમાં મદદ કરશે. વેકિસનના ડોનેટ કરવાની જલ્દી જ જરૂર છે. 

લેટિન અમેરિકા અને કેરેબિયનની કુલ આબાદીનો ૧૦ ટકા ભાગ જ હજુ સુધી વેકસીનેટ થઈ શકયો છે. વેકિસનની હજુ ખાસ્સી જરૂર છે. કોરોનાની નવી વેવ પણ નુકસાન કરી શકે છે. તેનાથી ઓછું અને  મધ્યમવર્ગીય આવક વાળા દેશને માટે મુશ્કેલી આવી શકે છે.  PAHOએ અપીલ કરી છે કોઈ પણ પ્રકારની ભીડ વાળા આયોજનથી બચવું અને સાથે આ મહામારીને ફેલાવવાથી અટકાવવી.

(10:22 am IST)