Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

હવે Whatsappથી થઇ જશે મોબાઇલનું રિચાર્જ : રિલાયન્સ જિયો કંપનીએ શરૂ કરી નવી સુવિધા

યુઝર્સ હવે જિયો ચેટબોટ પર વોટ્સએપનો ઉપયોગ કરીને રિચાર્જ તથા પેમેન્ટ કરી શકશે

મુંબઈ : રિલાયન્સ જિયો દ્વારા વોટ્સએપ થકી રિચાર્જની શરૂઆત કરવામાં આવી છે. જિયોના યુઝર્સ હવે જિયો ચેટબોટ પર વોટ્સએપનો ઉપયોગ કરીને રિચાર્જ તથા પેમેન્ટ કરી શકશે, સવાલોના જવાબ મેળવી શકશે અને ફરિયાદ પણ કરી શકશે. તેના ઉપર કોવિડ-19 વેક્સિનેશનની ઉપલબ્ધતા વિશેની માહિતી પણ પૂરી પાડવામાં આવશે.

આ નવી સેવા થકી લોકોને કોવિડ-19 વેક્સિનની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવવા માટે વન-ટાઇમ પાસવર્ડ મેળવવાનો રહેશે. આ સેવાઓ માટે 700770007 નંબર ઉપર "Hi" લખવાનું રહેશે. અન્ય મોબાઇલ નેટવર્ક ઉપર પણ વેક્સિન સંબંધિત માહિતી માટે અને જિયો એકાઉન્ટ રિચાર્જ કરવા માટે ચેટબોટ કામ કરશે.

અન્ય સત્તાવાર ઓનલાઇન પોર્ટલોથી વિપરીત, યુઝર્સ 'પિનકોડ' પોસ્ટ કરીને અને પછી વિસ્તારનો પિનકોડ લખીને રસી કેન્દ્ર અને તેની પ્રાપ્યતાની સર્ચને રિફ્રેશ પણ કરી શકે છે. જિયો યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવા, જિયો સીમ માટે સપોર્ટ, જિયોફાઇબર, જિયોમાર્ટ અને ઇન્ટરનેશનલ રોમિંગ સહિતની માહિતી પણ ચેટબોટ પર મેળવી શકે છે.

(10:06 am IST)