Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

અર્થતંત્રમાં 3 બિટકોઇનનું રોકાણ કરનારને મધ્ય અમેરિકી દેશ અલ સલવાડોર દ્વારા નાગરિકતા આપવા ઓફર કરાઈ

ક્રિપ્ટોકરન્સી કાયદેસર ચલણ જાહેર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો

સાન સલવાડોરઃ મધ્ય અમેરિકી દેશ અલ સલવાડોરે ક્રિપ્ટોકરન્સી ( અદૃશ્ય ચલણ) બિટકોઇનને માન્યતા આપી દીધી. બિટકોઇનને કાયદેસર ચલણ જાહેર કરનાર તે વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. સાથે રોકાણકારોને ઓફર પણ કરી છે કે તેમના દેશમાં બિટકોઇનનું રોકાણ કરનારાને અલ સલવાડોરનું નાગરિક્ત્વ આપવામાં આવશે.

અલ સલવાડોરના પ્રમુખ નાઇબ બુકેલેએ ટ્વીટર પર આ જાહેરાત કરી. અલ સલવાડોરની કોંગ્રેસ 9 જૂને બિટકોઇનને માન્યતા આપતું બિલ સંસદમાં પસાર કરી દીધુ. જેની જોગવાઇ મુજબ અલ સલવાડોરના અર્થતંત્રમાં 3 બિટકોઇનનું રોકાણ કરનારાને સરકાર દ્વ્રારા નાગરિક્તા આપવામાં આવશે

આજની તારીખમાં એક બિટકોઇનનો ભાવ 35,955.10 અમેરિકી ડોલર એટલે ભારતીય ચલણમાં 26,24,296.23 (આશરે 26.24 લાખ રૂપિયા) છે. થોડા દિવસો પહેલાં જ બિટકોઇન 65,000 ડોલરના સ્તરે હતું. પરંતુ ગઇ કાલે એક જ દિવસમાં એશિયન બજારોમાં તેમાં 6 ટકા ઘટાડો નોંધાયો આ સિલસિલો ઘણા સમયથી ચાલુ છે.

સેન્ટ્રલ અમેરિકી દેશ અલ સાલ્વાડોર, બિટકૉઈનને કાયદેસરની માન્યતા આપનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. દુનિયાભરના દેશોમાં ક્રિપ્ટો કરન્સીને લઈને અસમંજસની સ્થિતિને જોતા અલ સાલ્વાડોરનું આ પગલું ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે

રાષ્ટ્રપતિ નાઈબ બુકેલેના બિટકૉઈનને કરન્સી તરીકે સ્વીકારવા સંદર્ભે પ્રસ્તાવના પક્ષમાં કુલ 84માંથી 62 સભ્યોએ વોટ આપ્યો. આ કાયદાને સંપૂર્ણ અમલમાં લાવવામાં લગભગ 90 દિવસો સુધીનો સમય લાગશે. જે બાદ બિટકૉઈનનો ઉપયોગ લેવડદેવડમાં કરવામાં આવી શકશે.

સંસદમાં વૉટિંગના ઠીક પહેલા બુકેલેએ આ પગલા વિશે ટ્વીટ કરીને જણાવ્યું કે, આ પગલું આપણાં દેશ માટે આર્થિક વિકાસ, રોકાણ અને ટુરિઝમ લઈને આવશે. બુકેલેએ બિટકૉઈનને કાયદેસર રીતે પાસ થવાના પગલાને ઐતિહાસિક ગણાવ્યું. નાઇબ બુકેલેએ 5 જૂને બિટકોઇનને દેશનું કાયદેસર ચલણ બનાવાવની વાત કરતા જણાવ્યું હતું કે તેઓ ટુંકમા સંસદમાં આ અંગે બિલ રજૂ કરશે.

સંસદમાં વૉટિંગના ઠીક પહેલા બુકેલેએ આ પગલા વિશે ટ્વીટ કરીને જણાવ્યું કે, આ પગલું આપણાં દેશ માટે આર્થિક વિકાસ, રોકાણ અને ટુરિઝમ લઈને આવશે. બુકેલેએ બિટકૉઈનને કાયદેસર રીતે પાસ થવાના પગલાને ઐતિહાસિક ગણાવ્યું. El Salvador citizenship offer

મધ્ય અમેરિકા સ્થિત સૌથી નાનો અને ગાઢ વસતી ધરાવતો દેશ છે. જુલાઇ 2008ની વસતી ગણતરી મુજબ અલ સલવાડોરની વસતી 68 લાખ હતી. તેનું ક્ષેત્રફળ 21,000 ચો.કિમી છે. તેની રાજધાની સાન સલ્વાડોર છે. 2001 પહેલાં તેનું પોતાનું ચલણ કોલોન હતું. પરંતુ તેને રદ કરી અમેરિકી ડોલરને ચલણ તરીકે માન્ય આપી હતી. ત્યારથી યુએસ ડોલર ત્યાં કાયદેસરનું ચલણ છે. એક ચતુર્થાંશ વસતી રોજના 2 ડોલરથી પણ ઓછામાં ગુજારો કરે છે. મોટા ભાગે સ્પેનિશ ભાષા બોલવામાં આવે છે.

 

નિષ્ણાતોના જણાવ્યા મુજબ બિટકોઇનના ભાવ 30,000 ડોલર સુધી આવી શકે છે. નોંધનીય છે કે એપ્રિલ 2021માં જ બિટ કોઇનના ભાવ 65,000 ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા. પરંતુ જાયન્ટ ઇલેક્ટ્રીક કાર બનાવતી કંપની ટેસ્લાના માલિક એલન મસ્કના નિવેદન ઉપરાંત ચીની બેન્કે બિટકોઇનને એક્સચેઇન્જ તરીકે માન્યતા નહીં આપતા તેનો ભાવ ગગડવા માંડ્યો.

એલન મસ્કે કારની કિંમત બિટકોઇનમાં લેવાનો ઇનકાર કર્યો હતો. આ અંગે ક્રિપ્ટો એક્સચેન્જ Luno Pte.ના એશિયા પેસિફિકના હેડ વિજય અય્યરનું કહેવું છે કે બિટકોઇનનું કૂલિંગ ઓફ પિરિયડ (ભાવમાં ઘટાડો) થોડા વધુ મહિના સુધી ચાલપ રહી શકે છે.

(12:00 am IST)