Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

હોમીઓપેથ ફિઝિશિયન કોવિદ -19 પ્રતિકાર માટે દવાઓ લખી શકે છે : કેરળ હાઇકોર્ટનો ચુકાદો : કોવિદ -19 ના લક્ષણો જણાય ત્યારે બુસ્ટર તરીકે દવાઓ આપી શકે

કેરળ : કેરળ હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે હોમીઓપેથી ફિઝિશિયન કોવિદ -19 પ્રતિકાર માટે દવા લખી શકે છે . જે માટે નામદાર કોર્ટે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓ તથા અન્ય કોર્ટ ,તેમજ સુપ્રીમ કોર્ટના આદેશને ટાંક્યો હતો.

કોર્ટે સુપ્રીમ કોર્ટનો  આદેશનું ટાંક્યો હતો જેમાં જણાવાયું છે કે હોમિયોપેથિક પ્રેક્ટિશનરો હોમિયોપેથિક દવાઓ  બૂસ્ટર તરીકે લખી શકે છે.

સર્વોચ્ચ અદાલતના અગાઉના ચુકાદાઓને ધ્યાનમાં લેતા જસ્ટીસ એન નાગરેશની સિંગલ બેંચે ચુકાદો આપ્યો હતો કે: હોમોપેથીકના નિયમન 6 ને ધ્યાનમાં રાખીને હોમીયોપેથીક ચિકિત્સકો માટે જાહેરાત ઉપર પ્રતિબંધ  છે.

તેઓ કોવિડ -19ના  કેસોમાં દવાઓ લખી  શકે છે અને દર્દી અથવા તેના વાલી ,  તેમજ હોસ્પિટલના અધિકારીઓની મંજૂરી સાથે  દવાઓ આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે  તિરુવનંતપુરમના હોમોપેથિક પ્રેક્ટિશનર દ્વારા દાખલ કરાયેલી પિટિશનમાં  દાવો કરવામાં આવ્યો હતો કે  પોતાને  વાયરસ સહિતની બિમારીઓની સારવાર માટે  17 વર્ષનો અનુભવ છે. તેમણે  અન્ય દેશોમાં પણ કોવિડ -19 દર્દીઓની સારવાર કરી હતી . પરંતુ  જ્યારે તેમણે તિરુવનંતપુરમમાં સારવાર આપવાનો  પ્રયાસ કર્યો, ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેમને  ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવી જાણ કરી છે.

ઉપરોક્ત પિટિશનના આધારે નામદાર કોર્ટે કોવિદ -19 પ્રતિકાર માટે દવા લખી  શકવાની મંજૂરી આપી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)