Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મેહુલ ચોક્સી પછી, ભારત સરકાર હવે અલ્બેનિયન અને નાઇજિરીયાથી ભારતના મોસ્ટ વોન્ટેડ ભાગેડુ સાંડેસરા પરિવાર (સ્ટર્લિંગ ગ્રુપ) ને ભારત પરત લાવવા પ્રયાસ શરૂ કર્યા

રૂ. 8,100 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં ગુનાહિત કાર્યવાહી ટાળવા સાંડેસરા પરિવારે ભારત છોડી દીધું હતું.

નવી દિલ્હી : મેહુલ ચોક્સી પછી, ભારત સરકાર હવે અલ્બેનિયન અને નાઇજિરીયાથી ભારતના મોસ્ટ વોન્ટેડ ભાગેડુ સાંડેસરા પરિવાર (સ્ટર્લિંગ ગ્રુપ) ને ભારતની ધરતી પર પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે. રૂ. 8,100 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં ગુનાહિત કાર્યવાહી ટાળવા સાંડેસરા પરિવારે ભારત છોડી દીધું હતું.

સૂત્રો જણાવે છે કે ભારતીય રાજદ્વારીઓ અને તપાસ એજન્સીઓની એક ટીમ નાઇજીરીયન સરકાર સાથે સંપર્કમાં છે. સૂત્રો વધુમાં એમ પણ જણાવે છે કે 'અલ્બેનિયા અને નાઇજિરિયન સરકારે આ મોસ્ટ વોન્ટેડ પરિવારના મામલે ચર્ચા કરવામાં રસ દાખવ્યો છે'.

અલ્બેનિયા અને ભારતની પ્રત્યાર્પણની સંધિ નથી, પરંતુ એજન્સીના સૂત્રોનું માનવું છે કે ભારતની વિનંતી સાંડેસરા પરિવારની ધરપકડ કરવા માટે પૂરતી છે.

સાંડેસરા પરિવારે અલ્બેનિયન નાગરિકત્વ મેળવ્યું અને ફેબ્રુઆરી 2018 માં તેમના નવા પાસપોર્ટ મેળવ્યા હતા.

ઇડીનાં સૂત્રો જણાવે છે કે, સાંડેસરા બંધુઓએ આશરે 340 કંપનીઓનો કબજો ધરાવે છે, જેમાં ભારતની બહારની 92 જેટલી કમ્પનીનો સમાવેશ થાય છે. આ મોટાભાગની શેલ કંપનીઓ છે જે 'હવાલા' વ્યવહારમાં વપરાય છે. (ન્યૂઝફર્સ્ટ)

(12:00 am IST)