Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ઝારખંડમાં અમુક છૂટછાટ સાથે 16 જૂન સુધી લોકડાઉન લંબાવાયું : વિકેન્ડ લૉકડાઉન જાહેર

શનિવાર સાંજે ૫ થી સોમવાર સવારના ૬ સુધી લૉકડાઉન રહેશે :જરૂરી સેવાઆેની દુકાનોને લૉકડાઉનમાં છૂટ અપાશે : જમેશદપુર જીલ્લા સિવાયના 23 જીલ્લામાં સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

નવી દિલ્હી : દેશમાં જીવલેણ કોરોના કેસોની સંખ્યા ઘટવા લાગતા ઘણા રાજ્યો અનલૉકની પ્રક્રિયા હાથ ધરી રહ્યાં છે. જોકે ઝારખંડમાં અમુક છૂટછાટ સાથે 16 જૂન સુધી લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે. આ સમયે ઝારખંડમાં શનિવાર સાંજના 5 થી સોમવાર સવારના 6 વાગ્યા સુધીની સંપૂર્ણ લૉકડાઉન રહેશે.

રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે,'આ વિકેન્ડ લૉકડાઉનમાં જરૂરી સેવાઓ સાથે જોડાયેલી દુકાનો જ ખોલી શકાશે.આ સાથે દુકાનોને ખુલ્લી રાખવાના સમયમાં 2 કલાકનો વધારો કરાયો છે. હવે દુકાનો જમેશદપુર જીલ્લા સિવાયના 23 જીલ્લામાં સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.'

(12:00 am IST)