Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

મહારાષ્ટ્રના કેટલાંક પોલીસ અધિકારીઓ કરોડોપતી ?

મુકેશ અંબાણીના નિવાસ સ્થાને વિસ્ફોટક અને ધમકીપત્ર સાથેની મળેલી કાર અંગે તપાસમાં નામ ખૂલેલ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સાચી વાજે પાસે 8 લક્ઝરીયસ કાર અને 3 કંપનીઓ તથા પરામબીરની 8.54 કરોડની સંપત્તિનો પર્દાફાશ : બેંક કૌભાંડમાં સંડોવાયેલા પુણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાની કુલ સંપત્તિ 19 કરોડ ?

મુંબઈ : રિલાયન્સના ચેરમેન મુકેશ  અંબાણીના નિવાસ સ્થાને મળેલ વિસ્ફોટક અને ધમકીપત્ર સાથેની કાર અંગે તપાસ પ્રકાશમાં આવેલ આસિસ્ટન પોલિસ ઇસ્પેક્ટર સકગીન વાજે પાસે લક્ઝૂરિયાસ કાર અને 3 કંપનીઓ હોવાનું તેમજ પોલીસ અધિકારી પરમબીરસિંહ 8.54 કરોડની સંપત્તિ હોવાનો પર્દાફાશ થયો છે. અન્ય પોલીસ અધિકારીઓ પાસે પણ કરોડોની સંપત્તિ હોવાનું ખુલ્યું છે.

મહારાષ્ટ્રમાં હાલ કોરોનાની સાથે રાજકીય કટોકટી જેવી સ્થિતિ છે. તેમાં વિવાદોમાં સંડોવાયેલા રાજ્યના પોલીસ અધિકારીઓની કરોડોની સંપત્તિ (Wealthy Maharashtra Police Officers) જાણી ચોંકી જવાય. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના નિવાસસ્થાને મળેલી વિસ્ફોટક અને ધમકીપત્રવાળી કારને પગલે ગૃહમંત્રી અને કેટલાક પોલીસ અધિકારીઓ પર ગાજ પડી છે. તેમાં સચિન વઝે, પરમબીર સિહં જેવાની સંપત્તિ જાણી ચોંકી જવાશે કે આ મહારાષ્ટ્રના પોલીસ અધિકારીઓ છે કે ધનકુબેરો? જાણવા મળ્યું છે કે જેલમાં બંધ પોલીસ અધિકારી સચિન વઝ ત્રણ કંપનીના માલિક છે અને તેમની પાસે 8 લક્ઝરી કારનો કાફો છે. તો બદલી પામેલા પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની સંપત્તિ 8.54 કરોડ રૂપિયા છે. જ્યારે યસ બેન્ક અને PMC કૌભાંડમાં સંડોવાયેલા પૂણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાની કુલ સંપત્તિ 19 કરોડ રુપિયા હોવાનો અંદોજ છે.

ધરપકડ કરાયેલો આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વઝે (Wealthy Maharashtra Police Officers) 3 કંપનીનો માલિક છે, જેમાં મલ્ટીબિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકલીગલ સોલ્યુશન્સ અને ડીજી નેક્સ્ટ મલ્ટીમીડિયાનો સમાવેશ થાય છે. શિવસેનાના 2 નેતા સંજય માશેલકર અને વિજય ગવઈ તેમના પાર્ટનર્સ પણ છે. સચિન વઝે પાસે 8 ગાડી છે. તેની સાથે ઈટાલિયન બેનેલી કંપનીની સ્પોર્ટ્સ બાઈકની કિંમત 7-8 લાખ રૂપિયા જણાઈ રહી છે. આમ, તમામ 8 લક્ઝુરિયસ કાર અને 1 બાઈકની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે. વઝે થાણે સ્થિત આવેલા જે ફ્લેટમાં નિવાસ કરે છે એની કિંમત 1 કરોડ રૂપિયા છે. સચિન વઝેની માસિક આવક 70 હજાર રૂપિયા છે.

પરમબીર સિંહ પાસે હરિયાણામાં એક ખેતીલાયક જમીન છે, જેની કિંમત 22 લાખ રૂપિયાની છે. આ જમીનથી તેમને વાર્ષિક 51 હજારની આવક થાય છે. 2003માં તેમણે મુંબઈના જુહુ વિસ્તારમાં 48.75 લાખનો ફ્લેટ ખરીદ્યો હતો. અત્યારે આ ફ્લેટની કિંમત 4.64 કરોડ રૂપિયાની છે, જેમાંથી તેમને વાર્ષિક 24.95 લાખની આવક મળે છે. તેમની પાસે જુહુમાં પણ એક પ્રોપર્ટી છે, જોકે એની કિંમત તેમણે જણાવી નહોતી. પરમબીર સિંહની માસિક આવક 2.24 લાખ રૂપિયા છે. તેમની પત્ની સવિતા પણ ઇન્ડિયા બુલ્સની 3 સહિત 5 કંપનીઓની ડિરેક્ટર હોવાનું જણાયું છે.

નવી મુંબઇમાં પરમબીર સિંહે ફ્લેટ 2005માં 3.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે આની અત્યારની કિંમત 2.24 કરોડ રૂપિયા જણાવી હતી. આ ફ્લેટ તેમના અને તેમની પત્ની સવિતાનાં નામ પર છે, જેમાંથી તેમણે વાર્ષિક 9.60 લાખ રૂપિયાની આવક પ્રાપ્ત થાય છે. ચંદીગઢમાં તેમના ઘરની કિંમત 4 કરોડ રૂપિયા છે, જે તેમના 2 ભાઈનાં નામ પર છે. પહેલા આ ઘરના તેમના પિતા હોશિયાર સિંહના નામ પર હતું. હરિયાણાના ફરીદાબાદમાં તેમની પાસે જમીન છે, જેની કિંમત અત્યારે 14 લાખ રૂપિયા છે. આ જમીન પરમબીર સિંહના નામ પર જ છે, જે તેમણે 2009માં ખરીદી હતી.

સચિન વઝે કેસમાં ફસાયેલા મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ 100 કરોડ રૂપિયા વસૂલી કરાવવાનો આક્ષેપ મૂક્યો છે. આ કેસ અંગે બોમ્બે હાઈકોર્ટે એક બીજી પિટિશન પર દેશમુખની CBI તપાસ કરવા આદેશ આપ્યો છે. ત્યાર પછી દેશમુખે એ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

અત્યારે પૂણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાને પણ યાદ કરવા પડે. જેમની સંપત્તિ 19.50 કરોડ રુપિયાની હોવાનું કહેવાય છે. તેમને કૌભાંડી વાધવાન સાથે સાંઠગાંઠ બદલ ગૃહવિભાગના સચિવ પદેથી હટાવી દેવાયા હતા. તેમણે યસ બેન્ક અને PMC બેન્ક કૌભાંડમાં સંડોવાયેલા DHFLના વાધવાન પરિવાર અને અન્ય 25 લોકોને ગત વર્ષે કોરોનાકાળ દરમિયાન વિશેષ પત્ર આપીને ખંડાલાથી મહાબળેશ્વર મોકલી દીધા હતા. ત્યારે ગુપ્તાએ વાધવાનને પોતાનો મિત્ર ગણાવ્યો હતો, તેથી આની ફરિયાદ સરકારને પ્રાપ્ત થતાં તેમને તાત્કાલિક ધોરણે હટાવી દેવાયા હતા. જોકે કેટલાક દિવસો પછી તેમને પુણેના પોલીસ કમિશનર બનાવી દેવાયા.

2005માં અમિતાભ ગુપ્તાએ 35 લાખ રૂપિયામાં મુંબઈના બાન્દ્રામાં એક ફ્લેટ ખરીદ્યો હતો. આ ફ્લેટની કિંમત અત્યારે 4.50 કરોડ રૂપિયા છે, જે તેમની પત્ની જુગનૂ અને પોતાનાં નામ પર છે. આનાથી તેમને 31.65 લાખ રૂપિયાની વાર્ષિક આવક થાય છે. પુણેમાં તેમની પાસે 792 વર્ગમીટરની જમીન છે. એને તેમણે 2015માં 3.46 કરોડ રૂપિયાની કિંમતે ખરીદી હતી. આ જમીનની અત્યારે 4.5 કરોડ રૂપિયા કિંમત છે, જે તેમની પત્ની અને દીકરાનાં નામ પર છે.

મુંબઈના સાંતાક્રૂઝમાં એમની પાસે 2,220 વર્ગ ફૂટનો વિશાળ ફ્લેટ છે. જે તેઓએ 9.7 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂરો થશે. અત્યારે આ ફ્લેટની કીંમત 10.5 કરોડ રૂપિયા છે. આ સંપત્તિની માલિકી જૂગનુ, એ પોતે અને દીકરા તથા એમના પિતાના નામ પર છે. આ ફ્લેટ તેઓએ સમર રેડિયસ રિયલ્ટી પાસેથી ખરીદ્યો છે. જોકે આ કંપની પણ 5 વર્ષ જૂની છે. જેમાં તેઓએ પાર્ટ પેમેન્ટના રૂપે 90 લાખ રૂપિયા ચૂકવ્યા છે.

(7:34 pm IST)
  • કુંભમેળામાં જતી હરિયાણાની 17 બસો ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત: કોવિડ-19નો રિપોર્ટ નહિ હોવાના કારણે 17 બસોને ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત મોકલી દેવાઈ :હરીયાણાના પાણીપતથી હરિદ્વાર માટે રવાના થયેલી 17 બસો ઉત્તરાખંડના બોર્ડર પરથી પરત મોકલનામાં આવી હતી. access_time 12:35 am IST

  • રાજકોટ જિલ્લામાં માતેલા સાંઢની જેમ ધુણતો કોરોના : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 395 અને ગ્રામ્યમાં 95 સાથે કુલ ઓલટાઈમ રેકર્ડબ્રેક 490 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો જબરદસ્ત ભયજનક સ્થિતિમાં મુકાયા access_time 8:10 pm IST

  • રાજકોટ શહેર - જિલ્લામાં આજે પણ કોરોનાનો કાતિલ કહેર : ગઈકાલે સવારે 8 થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં 24 લોકોના સરકારી ચોપડે દુઃખદ મૃત્યુ નોંધાયા : લોકો ધ્રુજી ઉઠ્યા : આજ સવાર સુધીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 393 બેડ ઉપલબ્ધ access_time 11:16 am IST