Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ખાનગી અને સરકારી કાર્યસ્થળ પર રવિવારથી રસીકરણ કરવામાં આવશે:કેન્દ્રએ આપી મંજૂરી

એક વખતમાં 100 લોકોને જ રસી લગાવવામાં આવી શકશે

નવી દિલ્હી : કોરોના વાઈરસનો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે કાર્યસ્થળ પર રસીકરણ સુનિશ્ચિત કરવામાં આવે. 11 એપ્રિલથી ખાનગી અને સરકારી કાર્યસ્થળ પર રસીકરણ કરવામાં આવશે. 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સિન લગાવવામાં આવશે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે એક વખતમાં 100 લોકોને જ રસી લગાવવામાં આવી શકશે.

ભારતમાં દુનિયાનું સૌથી ઝડપી કોરોના વાઈરસ સામે વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. હાલમાં બે વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન લગાવવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં દરરોજ આશરે 30,93,861 લોકોને ડોઝ આપવામાં આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધી 8.70 કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી ચૂકી છે

(7:13 pm IST)