Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સોશ્યલ મીડિયા પર ફેલાતી અફવાનું ખંડન કરતા મુખ્યમંત્રી રૂપાણી : મેં મહિનામાં દીકરાના લગ્નની વાત પાયાવિહોણી

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું અત્યારે મારુ અને મારી સરકારનું એકમાત્ર આયોજન કોરોના સંક્રમણ અટકવાવાનું છે

અમદાવાદ : ગઈકાલથી સોશ્યલ મીડિયામાં એક અફવા ફેલાઈ રહી છે કે મેં મહિનામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્ન છે, ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ સોશ્યલ મીડિયામાં ફેલાતી અફવાઓનું ખંડન કર્યું છે, મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મારા દીકરાના લગ્ન મેં મહિનામાં હોવાની વાતો પાયાવિહોણી છે,આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મેં મહિનામાં કોઈ આયોજન છે, આ માત્ર સોશ્યલ મીડિયામાં વહેતા થયેલા ફેક ન્યુઝ છે, અત્યારે મારુ અને મારી સરકારનું એકમાત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે

(12:00 am IST)
  • મુખ્યમંત્રી રૂપાણીની સમીક્ષા બેઠક : ગુજરાતમાં 'કર્ફ્યુ' અને 'લોકડાઉન' અંગે આજે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી - સીએમઓ સૂત્ર : આવતીકાલે સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના (ન્યૂઝફર્સ્ટ) access_time 9:21 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોના ગાંડોતૂર બનતા દેશમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 લાખને પાર પહોંચ્યો :વધુ 684 દર્દીઓના મોત: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,26,265 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,29,26,061 થઇ :એક્ટિવ કેસ 9,05,021 થયા વધુ 59,132 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,18,48,905 થયા :વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,66,892 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 59,907 નવા કેસ નોંધાયા access_time 12:51 am IST

  • રાત્રિ સુધીમાં પુણેમાં ૧૦,૨૨૬ નવા કોવિડ કેસ નોંધાયા: ૫૮ મૃત્યુ: ૨૪ કલાકમાં ૬૪૬૨ સાજા થયા: રિકવરી રેટ ઘણો ઓછો: પૂણેમાં એક્ટિવ કેસ ૮૧,૫૧૪ : કુલ કોરોના કેસ ૫,૯૩,૧૩૦ : કુલ સાજા થયા ૫,૦૧,૪૪૬: પૂણેમાં કુલ મૃત્યુ ૧૦,૩૪૦ થયા. access_time 9:21 am IST