Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

મિસેસ શ્રીલંકા કોમ્પીટીશનની વિજેતાને છૂટાછેડા બાબતે ડિસ્ક્વોફાઇ કરતા તેણી નારાજ થઇ અને તેણીના માથેથી તાજ હટાવી લીધા બાદ માથા પર ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાઇઃ ભારે હોબાળો

કોલંબો: તાજેતરમાં આયોજિત મિસેસ શ્રીલંકા કોમ્પીટિશન-2021માં એક નાટકીય ઘટના જોવા મળી છે. ક્રાઉનિંગ સેરમની દરમિયાન ભૂતપૂર્વ મિસેસ વર્લ્ડ અને વર્તમાન મિસેસ શ્રીલંકા કેરોલિન જૂરીએ પુષ્પિકા ડી સિલ્વાને વિજેતા જાહેર કરી દીધી. જેની થોડી વાર બાદ એક નાટકીય વળાંક ત્યારે આવ્યો, જ્યારે કેરોલિન સ્ટેજ પર આવી ગઈ અને કહ્યું કે, આ કોમ્પીટિશનનો એક નિયમ છે. જેમાં તમારે લગ્ન કરેલા હોવા જોઈએ અને છૂટાછેડા ના લીધા હોવા જોઈએ. આથીં હુ મારો નિર્ણય બદલી રહી છુ અને તાજ પ્રથમ રનર અપ પાસે જાય છે.

થોડા સમયમાં જુરી પુષ્પિકા તરફ આગળ વધીને મહામહેનતે તેના માથેથી તાજ હટાવી દીધો. જે તમે વીડિયોમાં જોઈ શકો છે. જે બાદ ડી સિલ્વા નારા થઈ ગઈ અને તે સ્ટેજ પર થોડી વાર માટે પણ રોકાઈ નહતી.

તાજ નીકાળતા સમયે જ પુષ્પિકાના માથા પર ઈજા થઈ જતા તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી. આ ઘટના અંગે પુષ્પિકાએ પોતાના ફેસબુક પેજ પર લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં સિંહાલી બાષામાં લખ્યું છે કે, હું છૂટાછેડા લીધેલી મહિલા નથી. જો મેં છૂટાછેડા લીધા હોય તો તેમણે ડાયવોર્સના પેપર રજૂ કરવા જોઈએ. હુ મારા પતિથી અલગ થઈ છુ, પરંતુ હજુ અમારા છૂટાછેડા નથી થયા.

પુષ્પિકા ડી સિલ્વાએ આગળ લખ્યું કે, એક રિયલ ક્વિન મહિલા એ નથી, જે કોઈ અન્ય મહિલાનો તાજ છીનવી લે છે, પરંતુ એ છે જે બીજી મહિલા માટે તાજ સેટ કરે છે.

(5:47 pm IST)