Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

બેંગ્લુરમાં કલમ 144 લાગુ : તમામ પ્રકારની રેલીઓ, પ્રદર્શન, મેળાવડા, કાર્યક્રમો તથા પ્રાર્થના પર પ્રતિબંધ

રાજ્યમાં સ્વિમિંગ પુલ, જિમ, પાર્ટી પ્લોટ અને રહેણાંકના કોમ્પલેક્સના કામકાજ પર પ્રતિબંધ

બેંગ્લુરુ : કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે બેંગ્લુરમાં કલમ 144 લાગુ પાડી દીધી છે.સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યમાં સ્વિમિંગ પુલ, જિમ, પાર્ટી પ્લોટ અને રહેણાંકના કોમ્પલેક્સના કામકાજ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બેંગ્લુરુ પોલીસ કમિશનર કમલ પંતે તમામ પ્રકારની રેલીઓ, પ્રદર્શન, જાહેર મેળાવડા, કાર્યક્રમો તથા પ્રાર્થના પર પ્રતિબંધ મૂકી દીધો છે.

(5:38 pm IST)