Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ પેમેન્‍ટ ઓપરેટર્સના વોલેટમાં વધુ રકમ રાખવાની સુવિધા માટે મંજૂરી આપી દીધીઃ 2 લાખ સુધી ટ્રાન્‍સફર કરી શકાશે

નવી દિલ્હીઃ ડિજિટલ ટ્રાન્ઝેકશન કરનારા માટે મોટા ન્યૂઝ છે કે Paytm-Phonepe જેવા પેમેન્ટ ઓપરેટર્સના વોલેટમાં હવેથી 2 લાખ રુપિયા સુધી રાખી શકાશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ફિનટેક-પેમેન્ટ કંપનીઓને સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમ -RTGS-NEFTની સુવિધા માટે મંજૂરી આપી દેતા. આ કંપનીઓના વોલેટમાં વધુ રકમ રાખવાનો માર્ગ મોકળો થઇ ગયો.

આમ હવે આરટીજીસ (રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ) દ્વારા 2 લાખથી વધુની રકમ કોઇ પણ પણ 24X7 કલાક ટ્ર3ન્સફર કરી શકાશે ઉપરાંત NEFT દ્વારા 2 લાખ રુપિયા સુધી ટ્રાન્સફર કરી શકાશે.

PPIs મર્યાદાનો લાભ KYC કરાવનારાને જ મળશે

સેન્ટ્રલ બેન્ક આરબીઆઇએ નાણાવર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક પોલિસીમાં મહત્વનો નિર્ણય લીધો. જેમાં ફિનટેક કંપનીઓ, પેમેન્ટ કંપનીઓને RTGS-NEFT દ્વારા ફંડ ટ્રાન્સફરીન સુવિધા આપશે. ઉપરાંત આરબીઆઇએ પેટીએમ-ફોનપે જેવી પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPIs) માટે એકાઉન્ટ લિમિટ મર્યાદા વધારીને બે લાખ કરી દીધી. પહેલાં આ મર્યાદા એક લાખ રુપિયાની હતી. તેથી પેટીએમ અને ફોનપે યુઝર્સને મોટો લાભ મળશે. પરંતુ જેમની KYC થઇ હશે તેમને જ આ સુવિધા મળશે.

RTGS-NEFTની સુવિધા માત્ર બેન્કો અને કેટલાક અપવાદ કિસ્સામાં હતી

RBIએ આપેલીફિનટેક-પેમેન્ટ કંપનીઓને સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમ -RTGS-NEFTની સુવિધા અગાઉ બેન્કો અને કેટલાક અપવાદરુપ નોન-બેન્કિંગ ગ્રાહકોને જ અપાતી હતી. આરબીઆઇના આ પ્રસ્તાવથી PPIs, કાર્ડ નેટવર્ક, વાઇડ લેવલ એટીએમ ઓપરેટર્સ જેવી નોન-પેમેન્ટ સિસ્ટમ પણ આરબીઆઇ દ્વારા સંચાલિત આરટીજીસ અને નેફ્ટનું સભ્યપદ લઇ શકશે.

(5:23 pm IST)