Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ઇસ્ટર્ન પેરિફેરલથી જોડાયો દિલ્હી-મેરઠ એકસપ્રેસ વેઃ લાખો લોકોનો રસ્તો સરળ બન્યો

નવી દિલ્હી : નેશનલ હાઇવે ઓથોરીટીએ મોટો નિર્ણય લેતા ગઇકાલે રાત્રે દિલ્હી-મેરઠ એકસપ્રેસ વે અને ઇસ્ટર્ન પેરિફેરલના ઇન્ટર ચેન્જને ખોલી દીધો છે. વાહનની અવર જવાર શરૂ થઇ ગઇ છે, હવે લોકો મેરઠથી એકસપ્રેસ વે થઇ સરળતાથી આગ્રા, ગુરૂગ્રામ, જયપુર, લુધીયાણા અને બીજા શહેરોમાં આવી જઇ શકશે.

એનએચએઆઇના ડાયરેકટર ગર્ગના જણાવ્યા મુજબ બંધ પડેલ પાંચેય રૈંપને ટ્રાફીક માટે ખોલી દેવાયા છે. ડાસનાથી આગળ ચોથા તબકકાના રૈંપ લાંબા વખતથી બંધ હતા. અહીંથી વાહન ચાલકો સોનીપત, બાગપત અને દાદરી તરફ જવા સરળતા રહેશે.

(3:30 pm IST)