Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

વોટસએપ લાવશે નવુ ફીચરઃ એન્ડ્રોઇડ અને iOS વચ્ચે સ્વિચ કરવાથી લઈ શકાશે ચેટ બેકઅપ

નવી દિલ્હી, તા.૭: જો તમે કયારેય એન્ડ્રોઇડ અને iOS વચ્ચે સ્વિચ કર્યુ છે તો તમને ખબર હશે કે ચેટનુ બેકઅપ તમે નથી લઇ શકતા કે ના ચેટને માઇગ્રેટ કરી શકો છો. એક એન્ડ્રોઇડ ફોનથી આઇઓએસમાં તમે ચેટ નથી લઇ જઇ શકતા.

જો તમે એન્ડ્રોઇડ ટુ એન્ડ્રોઇડ કે આઇફોન ટુ આઇફોન સ્વિચ કરો છો તો તમને બેકઅપ લેવાનો ઓપ્શન મળે છે પરંતુ જો તમે આઇફોન ટુ એન્ડ્રોઇડ સ્વિચ કરશો તો તમારી ચેટ હિસ્ટ્રી ખતમ થઇ જશે.

આ પરિસ્થિતિ જલ્દી જ બદલાઇ જશે અને વોટસએપ યુઝર્સ અલગ અલગ ડિવાઇસીઝમાં ચેટ ટ્રાંસફર કરી શકશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આઇઓએસ અને એન્ડ્રોઇડ ચેટ હિસ્ટ્રી ટ્રાંસફર કરવામાં સકસેસ જશે. રિપોર્ટમાં શેર કરવામાં આવેલા સ્ક્રિનશોટમાં આ પ્રકારની સેટિંગ દર્શાવવામાં આવી છે કે જેમાં તમે બે અલગ અલગ ડિવાઇસમાં ચેટ મૂવ કરી શકશો.

આજકાલ બધા જ લોકો વોટસએપનો ઉપયોગ કરી રહ્યાં છે ત્યારે તમારે એ જાણવુ ખુબ જરૂરી છે કે કોણ તમારી પ્રોફાઇલ ચેક કરી રહ્યું છે. તમારા વોટ્સએપ પર પ્રોફાઇલ ફોટો કોણ કોણ જોઇ રહ્યું છે તે જોવા માટે તમારે એક એપ ડાઉનલોડ કરવી પડશે. જેમાં સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જઇને એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં WhatsApp- Who Viewed Me અથવા Whats Tracker નામની એપ ડાઉનલોડ કરો. જે બાદ તમારે સાથે 1mobile marketના પણ ડાઉનલોડ કરવુ પડશે. આ એપ ડાઉનલોડ કર્યા બાદ તમારે થોડી રાહ જોવી પડશે અને પછી તમે જોઇ શકશો કે કોણે કોણે તમારુ પ્રોફાઇલ પિકચર જોયુ છે.

આ એપ દ્વારા તે લોકોની તમને જાણકારી મળશે જે લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં તમારી પ્રોફાઇલ ચેક કરી હશે કે તમારુ ડીપી જોયુ હશે. એપ દ્વારા તમને કોણ સ્ટોક કરી રહ્યું છે તે વાતની જાણકારી પણ મળશે. આ એપ દ્વારા ઘણી બધી વાતનો ખુલાસો થઇ શકે છે. તો જો તમને એવુ લાગી રહ્યું હોય કે કોઇ તમને સ્ટોક કરે છે તો આ એપ ડાઉનલોડ કરી લો.

(3:26 pm IST)