Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પાલિકાના સફાઈ કર્મચારીઓને કચરો હાથેથી ઉપાડવામાંથી મુક્તિ મળવી જોઈએ : આવી રીતે કચરો ઉપાડવો પડતો હોવાથી કોઈ સફાઈ કર્મચારીનું મોત થાય તો તે માટે પાલિકાના અધિકારીઓને જવાબદાર ગણવા જોઈએ : આ પ્રથાનો અંત લાવવા અમે ટૂંક સમયમાં માર્ગદર્શિકા જાહેર કરીશું : મદ્રાસ હાઇકોર્ટ

ચેન્નાઇ : મદ્રાસ હાઇકોર્ટે આજરોજ આપેલા એક ચુકાદામાં જણાવ્યું હતું કે નગર પાલિકા કે મહાપાલિકાના સફાઈ કર્મચારીઓને કચરો હાથેથી ઉપાડવામાંથી મુક્તિ મળવી જોઈએ.આવી રીતે કચરો ઉપાડવો પડતો હોવાથી કોઈ સફાઈ કર્મચારીનું મોત થાય તો તે માટે પાલિકાના અધિકારીઓને જવાબદાર ગણવા જોઈએ .તેવો અભિપ્રાય આ અગાઉ 16 માર્ચના રોજ નામદાર કોર્ટે આપ્યો હતો. આ પ્રથાનો અંત લાવવા  હવે અમે  ટૂંક સમયમાં માર્ગદર્શિકા જાહેર કરીશું . તેવું સફાઈ કર્મચારીઓના આંદોલનને ધ્યાને લઇ  આજરોજ નામદાર કોર્ટે જણાવ્યું હતું.

મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જીએ એમ પણ કહ્યું હતું કે, હાથેથી કચરો ઉપાડવાથી માથા ઉપર આવી જતા  ઢગલા કે કાટમાળને લીધે કોઈ મૃત્યુ થાય તો કોર્પોર્પોરેશન્સ અથવા મ્યુનિસિપલ સત્તાવાળાઓ પર જવાબદારી લાદવાની  માર્ગદર્શિકા તૈયાર થઇ રહી છે . જે માટે સફાઇ કામદારો કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં આવ્યા હતા અથવા ભાડે લેવામાં આવ્યા હતા કે કેમ તે ધ્યાનમાં લીધા વિના જવાબદારી નક્કી કરાશે .

કોર્ટે ઉમેર્યું હતું કે રાજ્યને કાં તો ગટરોમાં સફાઈ  માટે મશીનો વસાવવા જોઈએ અથવા ગટર વ્યવસ્થાને બદલી લેવી જોઈએ જેથી તે ફક્ત માનવ મજૂર દ્વારા નહીં પણ મશીનથી થઇ શકે . ચીફ જસ્ટિસ બેનર્જીએ પણ ટીપ્પણી કરી હતી કે આ પરિવર્તન લાવવા માટે પૈસા ખર્ચ કરવામાં રાજ્ય સરકારની  અનિચ્છા હોય તેવું લાગે છે.

મુખ્ય ન્યાયાધીશ બેનર્જી અને ન્યાયાધીશ સેન્થિલકુમાર રામામૂર્તિની બેંચ સફાઇ કરમચારી આંદોલન અંગે દાખલ કરવામાં આવેલી પિટિશનોની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજ્ય સરકારની તરફેણમાં દલીલ કરતા જયપ્રકાશ નારાયણે અદાલતને ખાતરી આપી હતી કે આવી મશીનરી મેળવવા માટે ભંડોળ ફાળવવામાં આવી રહ્યું છે, જેથી માનવ શોષણને દૂર કરી શકાય. તેમણે એવી રજૂઆત પણ કરી હતી કે મેન્યુઅલ સ્કેવેંજિંગથી થતાં મૃત્યુ માટેની જવાબદારી ઠેકેદારો પર નિશ્ચિત કરી શકાય છે, જેમનું કામ રદ કરવામાં આવશે અને જેને મેન્યુઅલ સફાઇ કામદારો સામેલ કરવા બદલ બ્લેક લિસ્ટમાં મુકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાથેથી કચરો ઉપડવાને કારણે ફેબ્રુઆરી 2021 માં 6 સફાઈ કર્મચારીઓના મૃત્યુ થયા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:51 pm IST)