Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ખેડૂત આંદોલન લોકડાઉનથી સમાપ્ત થશે નહીં: રાકેશ ટિકૈતનો હુંકાર

શાનદાર રાષ્ટ્ર નિર્માણનું સ્વપ્ન ખેડૂતો, મજૂરો, યુવાઓ, દલિત, વણકરો વગર સંભવ નથી

નવી દિલ્હી : દેશમાં એક વખત ફરીથી કોરોનાની લહેર વધતા રાજ્યોમાં મિની લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ જેવી જાહેરાત થઈ રહી છે. એવામાં ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે આના પર એક પોસ્ટ કરીને કહ્યું છે કે, કોઈપણ સ્થિતિમાં ખેડૂત આંદોલન રોકાશે નહીં, તે ચાલતું જ રહેશે. રાકેશ ટિકૈતે એક ટ્વિટ કર્યું છે જેમાં તેમને કહ્યું- ‘બચેલો દેશ વચેવા માટે ફરીથી લોકડાઉનની તૈયારી છે. આંદોલન લોકડાઉનથી સમાપ્ત થશે નહીં. પછી કોરોના આવે કે અથવા તેનાથી પણ મોટું કંઈક આવે.’

 આ વચ્ચે રાકેશ ટિકૈતે એક પોસ્ટ કરી અને જેમાં તેમને લખ્યું છે- ‘આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પણ ખેડૂત વિરોધી, પૂંજીવાદી નીતિઓનું સમર્થન ચિંતાનો વિષય છે. તમારો શાનદાર રાષ્ટ્ર નિર્માણનું સ્વપ્ન ખેડૂતો, મજૂરો, યુવાઓ, દલિત, વણકરો વગર સંભવ નથી.’

અન્ય એક ટ્વિટમાં રાકેશ ટિકૈત બોલ્યા- મોદી સરકારે અમારા દરેક કોશિશને તોડી નાંખી છે. નવા બિલને પાસ કર્યા પછી માત્ર નુકશાન જ થયું છે, અમીર ખેડૂતો અમીર થયા છે અને ગરીબ વધારે ગરીબ થયા છે. હવે તે સમય છે કે, આપણે બધાને એક સાથે ઉભા થવાનું છે, સરકાર વિરૂદ્ધ, નહીં તો ખુબ જ વધારે મોડૂ થઈ જશે.

(1:18 pm IST)