Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

INX મીડિયા મની લોન્ડરિંગ કેસ: દિલ્હી કોર્ટે પી ચિદમ્બરમ, તથા કાર્તિ ચિદમ્બરમને રૂબરૂ હાજર રહેવાની મુક્તિ આપી : બંને તામિલનાડુ વિધાનસભા ચૂંટણીના ' સ્ટાર પ્રચારક" હોવાથી મુક્તિ માંગી હતી


ન્યુદિલ્હી :  INX મીડિયા મની લોન્ડરિંગ કેસ મામલે દિલ્હી કોર્ટમાં રૂબરૂ હાજર રહેવામાંથી  પી ચિદમ્બરમ, તથા કાર્તિ ચિદમ્બરમએ માંગેલી મુક્તિ નામદાર કોર્ટે માન્ય રાખી છે.

બંને સંસદ સભ્યો તામિલનાડુ વિધાનસભા ચૂંટણીના ' સ્ટાર પ્રચારક" હોવાથી મુક્તિ માંગી હતી .રાઉઝ એવન્યુ કોર્ટના સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ એન.કે. નાગપાલે  અન્ય આરોપી એસ ભાસ્કરમનને પણ COVID-19 સંજોગોનાકારણે રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ  આપી હતી.

ઉલ્લેખનીય છે કે આ કેસ પી.ચિદમ્બરમ કેન્દ્રીય નાણાં પ્રધાન હતા ત્યારે આઈએનએક્સ મીડિયાને આપવામાં આવેલી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઈપીબી) ની કથિત ગેરરીતિઓ સાથે સંબંધિત છે. સેન્ટ્રલ બ્યુરોઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) નો કેસ છે . તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(1:17 pm IST)