Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પત્નિનું ભરણપોષણ પતિની જવાબદારી

ફેમીલી કોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

નવી દિલ્હી, તા.૭: મેગેઝીનના કવર પેઇઝ પર ફોટો છાપવાનો અર્થ એ નથી કે તેનાથી કોઇ આટલી કમાણી કરે છે કે તેનું ભરણપોષણ કરવાનું પતિનું કર્તવ્ય છે દિલ્હી હાઇકોર્ટે નિવેદનમાં જણાવ્યુ કે એક પતિએ ભરણપોષણ કરવુ પતિનું કર્તવ્ય છે. દિલ્હી હાઇકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે એક પતિએ ભરણપોષણ માટે ૧૭ હજાર રૂપિયા પ્રતિ મહિને પત્નિને આપવાનો આદેશ આપ્યો છે.

 પીઠે આ સંબંધમાં પારિવારિક કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે.

એએસઆઇ પારિવારિક કોર્ટના આદેશને પડકારીને દલીલ આપી હતી કે તેની પત્નિ મોડેલ છે અને તેનું ભરણપોષણ કરી શકે છે જો કે પીઠે એ દલીલ ફગાવીને કહયું કે એએસઆઇ ૫૦ હજાર રૂપિયા પ્રતિ મહિને કમાય છે અને ખેતીથી પણ આવક થાય છે. અને તેના બંને પુત્રો પણ કમાય રહયા છે. અને તેની જવાબદારી પણ એએસઆઇની પાસે નથી. પરંતુ અલગ  હોવાના લીધે અલગ રહેલી પત્નિની દેખભાળ કરવી તેની નૈતિક જવાબદારી છે, એવામાં પત્નિને ૧૭ હજાર રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવે.

(12:41 pm IST)