Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

LAC વિવાદઃ હવે બીજા વિસ્તારોમાંથી સેના હટાવવા અંગે 9 એપ્રિલે વાત કરશે ભારત-ચીન

લદ્દાખના ગોગરા, હોટ સ્પ્રિંગ અને ડેપસાંગ મેદાનમાંથી સેનાઓને પાછી હટાવવા અંગે વાત થાય તેવી શક્યતા

નવી દિલ્હી : પૂર્વીય લદ્દાખના પૈંગોગ સરોવર વિસ્તારમાંથી પોત-પોતાની સેના પાછી હટાવ્યા બાદ ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પરના સંઘર્ષવાળા અન્ય બિંદુઓ અંગે વાતચીત કરશે. બંને દેશ વચ્ચે 9 એપ્રિલના રોજ સૈન્ય કમાંડર સ્તરની આ વાર્તા યોજાય તેવી શક્યતા છે. તેમાં લદ્દાખના ગોગરા, હોટ સ્પ્રિંગ અને ડેપસાંગ મેદાનમાંથી સેનાઓને પાછી હટાવવા અંગે વાતચીત થઈ શકે છે.

બંને દેશ વચ્ચે સૈન્ય સ્તરની આ વાર્તા રાજદ્વારી સ્તરના વાર્તાલાપ બાદ તાત્કાલિક થઈ રહી છે. તેમાં રાજદ્વારી સ્તરની વાતચીત દરમિયાન જે મુદ્દાઓ ઉઠાવવામાં આવેલા તેના પર વિસ્તારથી ચર્ચા થાય તેવી શક્યતા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, બંને દેશ વચ્ચે આશરે એકાદ વર્ષ સુધી એલએસી મામલે વિવાદ ચાલ્યો હતો જેમાં ગત મહિને પૈંગોગ સરોવર વિસ્તારના વિવાદનો અંત આવ્યો છે. બંને દેશો સૈન્ય અને રાજદ્વારી સ્તરે વાર્તાઓના લાંબા દોર પછી સરોવરના અથડામણવાળા વિસ્તારમાંથી સેનાઓ પાછી હટાવવા સહમત થયા હતા. હિતધારકોએ તેનો શ્રેય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેને આપ્યો હતો

(12:06 pm IST)
  • રાત્રિ સુધીમાં પુણેમાં ૧૦,૨૨૬ નવા કોવિડ કેસ નોંધાયા: ૫૮ મૃત્યુ: ૨૪ કલાકમાં ૬૪૬૨ સાજા થયા: રિકવરી રેટ ઘણો ઓછો: પૂણેમાં એક્ટિવ કેસ ૮૧,૫૧૪ : કુલ કોરોના કેસ ૫,૯૩,૧૩૦ : કુલ સાજા થયા ૫,૦૧,૪૪૬: પૂણેમાં કુલ મૃત્યુ ૧૦,૩૪૦ થયા. access_time 9:21 am IST

  • તાપી : ઉચ્છલ તાલુકા ભાજપ મહામંત્રી મોહનભાઇ ગામીતનું કોરોના સારવાર દરમ્યાન મોત : કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ બારડોલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા access_time 5:01 pm IST

  • કર્ણાટક હાઈકોર્ટે ટેક્સ ચોરીના સંબંધમાં દિગ્ગજ કોંગ્રેસી નેતા ડી.કે.શિવકુમાર વિરુદ્ધ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દાખલ ત્રણ ગુનાહિત કેસ રદ કર્યા : ન્યાયાધીશ જ્હોન મીશેલ કુન્હાએ જણાવ્યું હતું કે શિવકુમાર વિરુદ્ધ શરૂ કરેલી કાર્યવાહી કાયદા માટે ખરાબ છે અને ફોજદારી કાર્યવાહીની સંહિતા અને આવકવેરા અધિનિયમની જોગવાઈઓ વિરુદ્ધ છે. access_time 9:27 am IST