Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોના સંક્રમિક નાની વયના દર્દીઓને હવે ન્યુમોનિયા થઇ રહ્યો છે

એક અઠવાડિયામાં લગભગ ૨૫% આવા દર્દીઓના ફેફસા ચેપથી અસરગ્રસ્ત થયા

અમદાવાદ તા. ૭ : જીવલેણ કોરોના વાયરસના નવા-નવા લક્ષણો સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટના ડોકટરોએ કોવિડ-૧૯ના નાની વયના દર્દીઓને (૪૦ વર્ષથી ઓછી ઉંમરના) ન્યુમોનિયા થઈ રહ્યો હોવાના કેસમાં વધારો જોયો છે.

પલ્મોનોલોજિસ્ટ કે જેમની સાથે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ વાતચીત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે આ ચિંતાજનક વલણ છે અને છેલ્લા એક અઠવાડિયામાં લગભગ ૨૫્રુ આવા દર્દીઓના ફેફસા ચેપથી અસરગ્રસ્ત થયા છે.

ડો. મિલન ભંડેરી નામના પલ્મોનોલોજિસ્ટે કહ્યું હતું કે, 'અગાઉ યુવાન દર્દીઓમાં કોવિડ-૧૯ના લક્ષણો ખૂબ ગંભીર નહોતા. પરંતુ પોઝિટિવ રિઝલ્ટ પછી ૪૦ વર્ષથી ઓછી વયના દર્દીઓે ન્યુમોનિયા થઈ રહ્યો હોવાનું જોઈને મને પણ આઘાત લાગ્યો છે. ઘણા કેસોમાં સંક્રમિત થયાના થોડા દિવસો સુધી દર્દીઓ એસિમ્પ્ટોમેટિક હોય છે, પરંતુ બાદમાં શ્વાસમાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી બની જાય છે'.

ડોકટરોના કહેવા પ્રમાણે, આ તેમની ગંભીરતાની આગાહીને વધારે મુશ્કેલ બનાવી રહ્યું છે અને આગળ જઈને વધુ સારવાર માટે તેમણે માત્ર બ્લડ રિપોર્ટ પર આધાર રાખવો પડશે. જો ડોકટરો બ્લડ રિપોર્ટ સામાન્ય આવ્યા બાદ દર્દીની સ્થિતિમાં સુધારો આવવાની રાહ જોઈ રહ્યા હોય તો, ફેફસાની સ્થિતિ સાથે CRP અને ડી-ડાયમર વચ્ચે સુમેળ ન હોવાના કારણે સ્થિતિ અચાનક બગડી શકે છે.

રાજકોટના પલ્મોનોલોજિસ્ટ ડો. તુષાર પટેલે જણાવ્યું હતું કે, 'ન્યુમોનિયા બીમારીને લાંબા સમય સુધી વધારી શકે છે, ગંભીરતા વધારી શકે છે અને ડિસ્ચાર્જ બાદ પણ તેની અસરો દેખાઈ શકે છે. તે બદલાયેલા વાયરલ પ્રોફાઈલ અથવા વય જૂથના (૨૫થી ૬૦ વર્ષની ઉંમરના દર્દી) કારણે હોઈ શકે છે, જે સૌથી વધારે પ્રભાવિત થઈ રહ્યા છે'.

વડોદરાના એમડી ડો. નિરજ ચાવડાએ કહ્યું હતું કે, 'આ સમયે CRP અને ડી-ડાયમર રોગની ગંભીરતા સાથે સંબંધ રાખતા નથી. સીટી સ્કેનમાં ફેફસાનો સમાવેશ પણ કિલનિકલ ચિત્ર સાથે સહ-સંબંધિત નથી. ઉપરોકત અહેવાનો આધારે આપણે બીમારીની ગંભીરતાને સંબંધિત કરી શકીએ છીએ. આ વર્ષે આપણે ઉપરની નિશાનીઓની ઓછી તીવ્રતાની સાથે વધુ ગંભીર દર્દીઓ જોઈ રહ્યા છીએ'. CRP-સી રિએકિટવ પ્રોટીન ટેસ્ટ લોહીમાં સીઆરપીની માત્રા બતાવે છે. લિવર દ્વારા બનાવવામાં આવેલું પ્રોટીન લોહીમાં અને બળતરાના જવાબમાં બહાર આવે છે. જેના કારણે અસરગ્રસ્ત ભાગમાં પીડા અથવા સોજો કરી શકે છે.

ડી-ડાયમરઃ ફાઈબરિન પ્રોટીનના ડી-ટુકડાઓ ડી-ડાયમર તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે, તે લોહીનું ગંઠાઈ જવું તરીકે જોઈ શકાય છે. તેના ઉચ્ચ સ્તરથી લોહી ગંઠાઈ જાય છે.

(11:28 am IST)