Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાષ્ટ્રપતિ બિડેનનો મહત્વનો નિર્ણય

૧૯મીથી અમેરિકામાં દરેક એડલ્ટને લાગશે વેકસીન

વોશિંગ્ટન તા. ૭ : બાયડને અમેરિકામાં તમામ લોકો માટે રસીકરણનું લક્ષ્ય પહેલા ૧ મે નક્કી કર્યુ હતુ. જેને ઘટાડીને લગભગ ૨ અઠવાડિયા પહેલા ૧૯ એપ્રિલથી તમામ વયસ્કોને રસીકરણ માટે યોગ્ય ગણાવવામાં આવશે.

બાયડને વ્હાઈટ હાઉસમાં પોતાની ટિપ્પણીમાં કહ્યુ કે ૧૯ એપ્રિલથી ૧૮ વર્ષ અને તેનાથી વધારે ઉંમરના તમામ વયસ્કો રસીકરણ માટે યોગ્ય પાત્રતા ધરાવનારા ગણવામાં આવશે. આ ઉપરાંત કોઈ વધારે ભ્રમિત કરનારા નિયમો નથી. બાયડને ૧૯ એપ્રિલે તમામ વયસ્કો માટેની પાત્રતાનો વિસ્તાર કરતા પહેલા દેશમાં તમામ વરિષ્ઠ નાગરિકોને રસીકરણ કરાવવાનો આગ્રહ કર્યો છે.

બાયડને કહ્યું કે તેમના ૭૫ દિવસના કાર્યકાળ દરમિયાન રસીની ૧૫૦ મિલિયન (૧.૫ કરોડ) ખોરાક વરિષ્ઠ નાગરિકો માટે આપવામાં આપવામાં આવી. આ દરમિયાન ૭૫ ટકા વરિષ્ઠ નાગરિકોને રસીનો ઓછામાં ઓછો ડોઝ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે જયારે તે ૧૦૦ દિવસનો કાર્યકાળ પુરો કરશે ત્યાં સુધીમાં ૨૦૦ મિલિયન (૨ કરોડ) રસીકરણને પુરો કરી ચૂકયા હશે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા ગરમીના અંત સુધીમાં અન્ય દેશોની સાથે રસીનો વધારાનો જથ્થો શેર કરશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા પોતાના રસીકરણના લક્ષ્યથી ઘણું આગળ છે. મીડિયા રિપોર્ટ અનુસાર તમામ ૫૦ રાજયોમાં રસીકરણ અભિયાન તેજીથી ચાલી રહ્યું છે. બાયડને આ એલાન પહેલા વર્જીનિયાના એલેકજેન્ડ્રિયામાં એક રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. એ બાદ રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યુ. બાયડને કહ્યું કે તેમનું પ્રશાસન સંઘીય ફોર્મેસી રસીકરણ કાર્યક્રમમાં ફોર્મેસિયોની સંખ્યા ૧૭ ૦૦૦થી વધારીને લગભગ ૪૦ હજાર કરી રહ્યું છે. તેમજ ૯૦ ટકા વયસ્કોને ૫ મીલના દાયરામાં રસીની સગવડ આપશે.

(10:14 am IST)