Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

આવકવેરા વિભાગનો સપાટો : સોયા પ્રોડક્ટના ઉત્પાદક કંપનીના 22 ઠેકાણા પર દરોડો : અધધધ,,, 450 કરોડનું કાળુંનાણું ઝડપાયું

જંગીરોકડ રકમને ગણવા મશીનો મંગાવવા પડ્યા:બિઝનેસ ગ્રુપે 259 કરોડની બેનામી આવકની ઘોષણા કરી: કોલકતાની શેલ કંપનીમાં હતું રોકાણ

નવી દિલ્હી : આવક વેરા વિભાગે સપાટો બોલાવ્યો છે બેતુલ સ્થિત એક સોયા પ્રોડક્ટનું ઉત્પાદક કંપનીનાં 22 સ્થાનો પર છાપો માર્યો, જેમાં 450 કરોડ રૂપિયાનું કાળું નાણું મળી આવ્યું છે. નાણાં મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે 11 ફેબ્રુઆરીનાં દિવસે મધ્ય પ્રદેશનાં બેતુલ અને સતના, મહારાષ્ટ્રનાં સોલાપુર અને પશ્ચિમ બંગાળનાં કોલકાત્તામાં છાપો માર્યો હતો.

નાણા મંત્રાલયે જણાવ્યું કે, 'આ દરમિયાન 8 કરોડ રૂપિયા કેશ અને 44 લાખ રૂપિયાથી વધુનું વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે, 9 બેંક લોકર્સ પણ મળ્યા છે.

બિઝનેસ ગ્રુપે 259 કરોડની બેનામી આવકની ઘોષણા કરી છે. જે રકમનું કોલકાત્તા સ્થિત શેલ કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું છે

મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 'ડિઝિટલ પુરાવાઓ તરીકે લેપટોપ, હાર્ડ ડ્રાઇવ્સ, પેન ડ્રાઇવ્સ પણ જપ્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 450 કરોડ રૂપિયાથી વધુની અઘોષિત સંપત્તીની માહિતી મળી છે, હજુ વધુ તપાસ ચાલી રહી છે. એટલી કેશ હતી કે રૂપિયા ગણવા મશીનો મંગાવવા પડ્યા હતાં.

(12:47 am IST)