Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

સાઉદી અરેબિયામાં મહિલાઓ હવે સેના સામેલ થઈ શકશે

સાઉદીમાં મહિલાઓને વધુ અધિકાર અપાયા : સરકારે મહિલાઓ સેનાના ત્રણેય પાંખ એટલે કે, આર્મી, એરફોર્સ, નેવીમાં સામેલ થઈ શકશે તેવી જાહેરાત કરી

રિયાધ, તા. ૨૨ : સાઉદી અરેબિયાની મહિલાઓ હવે સેનામાં પણ સામેલ થઈ શકશે. પોતાની કટ્ટરવાદી છબિ બદલવાના પ્રયત્નમાં લાગેલી સરકારે મહિલાઓ સેનાના ત્રણેય અંગ એટલે કે, આર્મી, એરફોર્સ અને નેવીમાં સામેલ થઈ શકશે તેવી જાહેરાત કરી હતી. સંરક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે મહિલાઓ હવે સેનાનો હિસ્સો બનવા આઝાદ છે અને તેઓ વિભિન્ન પદો માટે અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયમાં સાઉદી સરકારે પોતાની કટ્ટર છબિ બદલવા અનેક પગલા ભર્યા છે.

સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયના અહેવાલ પ્રમાણે મહિલાઓ સૈનિક, લાન્સ નાયક, નાયક, સાર્જન્ટ અને સ્ટાફ સાર્જન્ટના પદ માટે અરજી કરી શકે છે. સાઉદી અરેબિયાએ પગલું ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન ૨૦૩૦ અંતર્ગત ઉઠાવ્યું હોવાનું માનવામાં આવે છે. ક્રાઉન પ્રિન્સ મહિલાઓને વિભિન્ન ક્ષેત્રોમાં આગળ વધારવા સુધારાઓને અંજામ આપી રહ્યા છે.

આરબ ન્યૂઝના અહેવાલ પ્રમાણે મહિલાઓએ સેનામાં સામેલ થવા માટે ઉંમર અને લંબાઈ સંબંધી માપદંડો પૂરા કરવા પડશે. જે મહિલાઓએ શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હોય તેઓ અરજી કરી શકશે. વિદેશી પુરૂષો સાથે લગ્ન કરનારી મહિલાઓને સેનામાં સામેલ નહીં કરવામાં આવે. મહિલાઓએ એડમિશન પ્રક્રિયા પાસ કરવી પડશે અને તેઓ કોઈ ગુનાહિત રેકોર્ડ ધરાવતી હશે તો અરજી રદ્દ થઈ જશે.

સાઉદી સરકારે સૌથી પહેલા ૨૦૧૯માં મહિલાઓને સેનામાં ભરતી કરવાની યોજનાની જાહેરાત કરી હતી. તેના એક વર્ષ પહેલા ૨૦૧૮માં સરકારે મહિલાઓને ડ્રાઈવિંગનો અધિકાર આપ્યો હતો. જો કે વાત અલગ છે કે, અધિકાર માટે અવાજ ઉઠાવનારી એક્ટિવિસ્ટ લુજૈન અલ-હથલૌલને વર્ષની સજા ફટકારાઈ હતી.

(9:34 pm IST)
  • અજીબ છે આ રેલવે સ્ટેશન : અહીં ટિકિટ લેવા જવું પડે છે મહારાષ્ટ્ર અને ટ્રેન પકડવા માટે ગુજરાત પહોંચવું પડે : બે રાજ્યોની વચ્ચે આવ્યું છે નવાપુર રેલવે સ્ટેશન: ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા સ્પર્શતું એકમાત્ર રેલવે સ્ટેશન : સ્ટેશને બેન્ચનો અડધો ભાગ મહારાષ્ટ્ર અને અડધો હિસ્સો ગુજરાતમાં છે access_time 9:25 am IST

  • નરસિંહા રાવની પુત્રીએ ઝૂકાવ્યુ : સત્તાધારી તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)એ તેલંગણા વિધાન પરિષદની ગ્રેજ્યુએટ બેઠક માટે ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહા રાવની પુત્રી સુરભી વાણીના નામની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે access_time 2:42 pm IST

  • ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી સરકારે બજેટનો પટારો ખોલ્યો : ફાયનાન્સ મિનિસ્ટર સુરેશ ખન્નાએ અત્યાર સુધીનું સૌથી મોટું 5,50,270 કરોડ રૂપિયાનું પેપરલેસ બજેટ ધારાસભામાં રજૂ કર્યું : અયોધ્યા નગરી માટે 140 કરોડ ,વેક્સીન માટે 50 કરોડ ,ખેડૂતોને મફત પાણી આપવા માટે 700 કરોડ ,તથા મહિલા શક્તિ કેન્દ્રોની સ્થાપના માટે 32 કરોડ રૂપિયાની ફાળવણી સાથે 2021-22 ની સાલનું બજેટ પેશ કરાયું access_time 1:54 pm IST