Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મેઘાલય સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો 7 રૂપિયાથી વધુનો ઘટાડો:ગુજરાતમાં કયારે ?

કેન્દ્ર સરકારના સતત ઇન્કાર વચ્ચે ચાર રાજ્યોએ બંને ઇંધણ પર વેટ ઘટાડી રાહત આપવા કર્યો પ્રયાસ

નવી દિલ્હી : મેઘાલય સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ધરખમ ઘટાડો કરી દીધો. આમ અત્યાર સુધી 4 રાજ્ય સરકારોએ ઇંધણના ભાવમાં ઘટાડો કરી દીધો. દેશભરમાં થઇ રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં બેફામ વધારાને અંકુશમાં લેવા માટે અત્યાર સુધી 4 રાજ્યોએ બંને ઇંધણ પરના વેટમાં ઘટાડો કરી નાગરિકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.કેન્દ્રની મોદી સરકાર હજુ ઊંઘી રહી છે. અલબત્ત કેન્દ્ર અને અન્ય રાજ્ય સરકાર પર ટેક્સ ઘટાડવા દબાણ વધ્યું હશે

પહેલાં આસામ સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રૂપિયા 5નો ઘટાડો જાહેર કર્યો હતો. ભલે એ નિર્ણય ચૂંટણીલક્ષી છે. પરંતુ લોકોને રાહત મળી છે. પછી રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલમાં વેટ 2-2 ટકા ઘટાડ્યો હતો. ચૂંટણી માહોલમાં પશ્ચિમ બંગાળની મમતા સરકારે પણ ગઇ કાલે રવિવારે પેટ્રોલ-ડીઝલ પરના વેટમાં લીટરે એક રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો.

સૌથી મહત્વનો ઘટાડો મેઘાલય સરકારે કર્યો. તેણે નાગરિકોને મોટી રાહત આપતા પેટ્રોલ પર ટેક્સમાં 7.40 રૂપિયા તો ડીઝલમાં 7.10 રૂપિયાનો ઘટાડો કરી કેન્દ્રની બંધ આંખ ઊઘાડવાની કોશીશ કરી છે

બીજી બાજુ કેન્દ્રની મોદી સરકારના મંત્રીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાનો સસત ઇનકાર રહ્યા છે. તેમના મતે પેટ્રોલ-ડીઝલ પર આકરો ટેક્સ લાદવું સરકારની મજબૂરી છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંસદમાં સ્પષ્ટ કહી દીધું હતું કે આ મામલે કેન્દ્ર સરકાર કંઇ કરી શકશે નહીં. કારણ કે તેલના ભાવો નક્કી કરવાનો અધિકાર ઓઇલ કંપનીઓ પાસે છે

ખુદ વડાપ્રધાને અગાઉની સરકારોને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા માટે જવાબદાર ગણાવી. તેમણે કહ્યું હતું કે જો પાછલી સરકારોએ ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટાડી હોત તો આજે ઇંધણ આટલા મોંઘા થયા ન હોત. એટલે કેન્દ્ર સરકાર ભાવ ઘટાડવાના મૂડમાં જ નથી 

16 ફેબ્રુઆરીના દિલ્હીના ભાવથી ગણિત સમજીએ

  • ભાવ ટેક્સ વેટ                               રૂપિયા
  • પેટ્રોલ બેઝ કિંમત                          31.82
  • ટ્રાન્સપોર્ટેશન                                00.28
  • કેન્દ્ર એક્સાઇઝ ડ્યટી                   32.90
  • ડીલર કમિશન                              03.68
  • રાજ્ય વેટ(અહીં દિલ્હી)                20.61
  • કુલ 31વાળુ પેટ્રોલ                         89.29alaya Petrol Rate

પેટ્રોલ-ડીઝલ પર ભારે વેરો-વેટ લાદી કેન્દ્ર અને રાજ્ય સરકારો મોટી કમાણી કરી રહી છે. ચાલુ નાણાવર્ષમાં કેન્દ્ર સરકારનો બંને ઇંધણ પરની એક્સાઇઝ ડ્યૂટીથી 3.49 કરોડ રુપિયાની કમાણી કરવાનું અનુમાન છે. એટલે કે નાણાવર્ષ 2020-21ના બજેટ અંદાજ 2.49 ટકા કરતા 39.3 ટકા વધુ એટલે 97600 કરોડ રુપિયાની વધુ આવક થશે. તેવી જ રીતે રાજ્ય સરકારો વેટના નામે તિજોરીઓ ભરી રહી છે.

(8:41 pm IST)
  • રાજયની જીએસટી આવકમાં જંગી ઘટાડો થવા સંભાવના : ચાલુ નાણાકીય વર્ષ રાજયની જીએસટીની આવકમાં ૪૦,૦૦૦ કરોડ સુધીનો ઘટાડો થઈ શકે છે access_time 2:42 pm IST

  • નરસિંહા રાવની પુત્રીએ ઝૂકાવ્યુ : સત્તાધારી તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)એ તેલંગણા વિધાન પરિષદની ગ્રેજ્યુએટ બેઠક માટે ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહા રાવની પુત્રી સુરભી વાણીના નામની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે access_time 2:42 pm IST

  • રાજકોટના વોર્ડ ન, 11માં અસામાજિક તત્વોએ ઇવીએમમાં ક્ષતિ પહોંચાડી : મોટામવા આંબેડકર નગરમાં ભીમરાવ સ્કૂલમાં ઇવીએમના વાયર ખેંચીને અસામાજિક તત્વો ભાગ્યા : મતદાનમથકમાં આવીને ત્રણ ઈવીએમ મશીનના વાયર ખેંચ્યા : ડીસીપી ઝોન-2ના મનોહરસિંહ જાડેજા અને તાલુકા પોલીસનો કાફલો દોડી ગયા : હાલ ઈવીએમ મશીન ચાલુ access_time 5:42 pm IST