Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

' શ્રી રામ હિન્દુઓના હૃદયની ખુબ નજીક છે : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગે જાગૃતિ ફેલાવતા અભિયાન ઉપર રોક લગાવતો આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરનો આદેશ રદ કરતી મદ્રાસ હાઇકોર્ટ

મદુરાઈ : તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ શાખાએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગે જાગૃતિ ફેલાવતા અભિયાન ઉપર રોક લગાવતો આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરનો આદેશ રદ કરતો ચુકાદો આપ્યો છે.

નામદાર કોર્ટએ ચુકાદો આપતા જણાવ્યું હતું કે શ્રી રામ હિન્દુઓના હૃદયની ખુબ નજીક છે . તેથી અયોધ્યામાં  રામ મંદિરના નિર્માણ અંગે જાગૃતિ ફેલાવતા અભિયાન ઉપર રોક લગાવતા આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરનો આદેશ યોગ્ય નથી તેમ જણાવી તે આદેશ રદ કરતો ચુકાદો આપ્યો છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ડીસ્ટ્રીકટ કન્વીનરે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા વેન દ્વારા પ્રચાર કરવાની આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર સમક્ષ મંજૂરી માંગી હતી.જે કોવિદ -19 નું બહાનું આપી રદ કરવામાં આવી હતી.જેના અનુસંધાને મદ્રાસ હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી.

જોકે નામદાર કોર્ટએ કોવિદ -19 ના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવાની સાથે અભિયાન ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે

(6:43 pm IST)
  • અખિલ ભારતીય બાર પરીક્ષા XVI (AIBE XVI) એક મહિના માટે મુલતવી રાખવામાં આવી છે અને હવે 21 માર્ચના બદલે 25 એપ્રિલ, 2021 ના ​​રોજ યોજવામાં આવશે. આ બાબતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ) એ રવિવારે એક જાહેરનામું બહાર પાડીને આ માટેના સુધારેલા શેડ્યૂલની જાણ કરી હતી. access_time 8:42 pm IST

  • ઈશાંત ટેસ્ટની સદી ફટકારશે : આગામી ૨૪મીથી મોટેરા સ્ટેડિયમ ખાતે ડે એન્ડ નાઈટ ટેસ્ટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઈશાંત શર્મા પોતાના ટેસ્ટ કેરીયરનો ૧૦૦મો ટેસ્ટ રમનાર છે તેણે ૯૯ ટેસ્ટ મેચમાં ૩૦૨ વિકેટો ઝડપી છે. access_time 2:41 pm IST

  • કોંગ્રેસ શાસિત પંડુચેરી રાજ્યના મુખ્યમંત્રી નારાયણસામીએ વિશ્વાસનો મત ગુમાવ્યો : 11 વિરુદ્ધ 14 મતથી પરાજિત થતા રાજીનામુ આપ્યું access_time 1:10 pm IST