Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

' ભીમા કોરેગાંવ કેસ ' : બોમ્બે હાઇકોર્ટે ભીમા કોરેગાંવ આરોપી 82 વર્ષીય ડો.વરવરા રાવને 6 માસના જામીન મંજુર કર્યા : આરોપીની તબિયત તથા ઉંમરને ધ્યાને લેતા તેને ફરી પાછો જેલમાં મોકલવો યોગ્ય નહીં ગણાય

મુંબઈ : ભીમા કોરેગાંવ  કેસના આરોપી  82 વર્ષીય ડો.વરવરા રાવને બોમ્બે હાઇકોર્ટે 6 માસના જામીન મંજુર કર્યા છે.નામદાર કોર્ટના મંતવ્ય મુજબ આરોપીની ઉંમર તથા તબિયતને ધ્યાને લેતા તેને ફરી  પાછો જેલમાં મોકલવો યોગ્ય નહીં ગણાય .તેથી  તેને 50 હજાર રૂપિયાના બોન્ડ ઉપર 6 માસ માટે જામીન મુક્ત કરવા આદેશ કર્યો હતો.

આરોપી ડો.વરવરા રાવ  તથા તેની પત્ની પેંદયાલ હેમલથા એમ બંનેએ અલગ અલગ અરજી કરી હતી.જેમાં આરોપીની પત્નીએ કરેલી અરજ મુજબ પોતાના પતિની ઉંમર અને તબિયતને ધ્યાને લેતા હવે વધુ સમય જેલમાં રાખવાની બાબત તેના મૂળભૂત અધિકારના ભંગ સમાન ગણાશે.બંને અરજીને ધ્યાને લઇ નામદાર કોર્ટએ 50 હજાર રૂપિયાના બોન્ડ ઉપર 6 માસના જામીન મંજુર કર્યા હતા. તથા કોર્ટના કાર્યક્ષેત્રના વિસ્તારમાં રહેવાની શરતે જામીન મંજુર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાવ હાલમાં નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:17 pm IST)