Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

નાસિકમાં નાઈટ કર્ફયુ

મહારાષ્ટ્રના ૫ જિલ્લામાં ૭ દિ' લોકડાઉન

૪ શહેરોમાં કેસો ખૂબ વધ્યા

 

મુંબઈઃ. કોરોનાની બીજી લહેરની ચપેટમાં મહારાષ્ટ્ર આવતું જાય છે. લગ્નમાં માત્ર ૨૫ સામેલ થઈ શકશે ત્યારે અમરાવતી, અકોલા, બુલધાણા, વાશિમ, યવતમાલ જિલ્લામાં ૭ દિવસ માટે પૂર્ણ લોકડાઉન જાહેર થયુ છે, તો નાસિકમાં નાઈટ કર્ફયુ લાદી દેવાયો છે. ખાનગી ઓફિસોમાં માત્ર ૧૫ ટકા હાજરીની છૂટ છે. મુંબઈના બાન્દ્રામાં નાઈટ કાફેમાં રેડ પાડી પોલીસે માસ્ક વિનાના ૨૦૦ લોકો પાસેથી દંડ વસુલ્યો છે. નાસિક, નાગપુર, અમરાવતી, યુવતમાલમાં કેસો વધી રહ્યા છે.

(3:45 pm IST)