Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

પોંડીચેરી કોંગ્રેસની ગઠબંધનવાળી સરકાર પડી ભાંગી

ફલોર ટેસ્ટમાં નિષ્ફળ રહી નારાયણ સામી સરકારઃ બહુમત સાબિત થયું નહિઃ કોંગ્રેસને ઝટકો : ફલોર ટેસ્ટ બાદ મુખ્યમંત્રીનું રાજીનામું

નવી દિલ્હી, તા.૨૨: પુડુચેરી વિધાનસભામાં આજે બહુમત પરિક્ષણ યોજાવાનું હતું, પરતું તેના પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. રવીવારે ડીએમકેના એક ધારાસભ્યે પોતાનું રાજીનામું સ્પીકરને સોંપી દીધું છે. ૧૭ ફેબ્રુઆરીનાં રોજ કોંગ્રેસના નેતા રાહુલગાંધીની મુલાકાત પહેલાં તેમની પાર્ટીના ૪ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ સરકાર પર ખતરાના વાદળો ઘેરાયા હતા.

પોંડિચેરીનું રાજકીય સંકટ બે રાષ્ટ્રીય પાર્ટીઓ વચ્ચેની લડાઈનું પરિણામ છે. મુખ્યમંત્રી વી. નારાયણસામીએ ૧૮ ફેબ્રુઆરીના રોજ આરોપ લગાવ્યો હતો કે, ભારતીય જનતા પાર્ટી લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને પાડવા પ્રયત્ન કરી રહી છે. હવે સરકાર પડી ભાંગી છે.

રવિવારે મોડી સાંજે વધુ થોડા ધારાસભ્યોના રાજીનામા બાદ વર્તમાન સરકારની હાલત ખૂબ જ કથળી છે. આ સાથે જ ફ્લોર ટેસ્ટમાં વી. નારાયણસામીની સરકાર પડી જશે તેવું લાગી રહ્યું છે. વિધાનસભામાં કુલ ૩૩ સદસ્યો છે પરંતુ કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ આપેલા રાજીનામા બાદ વિધાનસભાની કુલ સંખ્યા ઘટીને ૨૬ થઈ ગઈ હતી. વર્તમાન અહેવાલ પ્રમાણે કોંગ્રેસ અને ડીએમકે પાસે કુલ ૧૨ ધારાસભ્યો છે જેમાં તેમને એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન પણ મળેલું છે. જયારે વિપક્ષી ગઠબંધન પાસે કુલ ૧૪ ધારાસભ્યો છે. આ વિકલ્પ કામ કરી ગયો છે. સરકાર પડી ભાંગી છે.

ડીએમકે એ કોંગ્રેસનું સમર્તન કર્યું છે. તેમના ૩ ધારાસભ્યો હતો પણ રવિવારે આ ૩માં એક ધારાસભ્યે રાજીનામું આપી દીધું હતું. રવિવાર સાંજ સુધી કોંગ્રેસ ગઠબંધન પાસે ૧૨ ધારાસભ્યોનું જ સમર્થન હતું. જેમાં કોંગ્રેસના ૯ , ડીએમકેના ૨ અને અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થતો હતો. પાંડેચરી વિધાનસભાની સંખ્યા ૨૬ છે. બીજેપી પાસે ૩ ધારાસભ્યો છે. આમ સરકાર પાસે ૧૨ ધારાસભ્યોનું સમર્થન રહેતાં સ્પીકરે સરકાર પાસે બહુમત ન હોવાનું જાહેર કર્યું છે.

મુખ્યમંત્રી વી નારાયણસામીએ વિધાનસભામાં કહ્યું હતું કે ધારાસભ્યોએ પક્ષ પ્રત્યે પ્રમાણિક હોવું જોઈએ. પાર્ટીમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યો લોકોનો સામનો કરી શકશે નહીં કારણ કે લોકો તેમને તકવાદી કહે છે. મુખ્ય પ્રધાન વી નારાયણસામીએ ગૃહમાં કહ્યું હતું કે તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં આપણે બે ભાષા પદ્ઘતિનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ બીજેપી બળજબરીથી અહીં હિન્દી લાવી રહ્યું છે.

(3:01 pm IST)