Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

આંધ્ર-કર્ણાટક-તમિલનાડુ-પોન્ડીચેરી-કેરળમાં આજે ગાજવિજ સાથે વરસાદની શકયતા

હિમચલના કેટલાક વિસ્તારોમાં ૨૫મી સુધીમાં અનુમાન : હવામાન વિભાગ

નવી દિલ્હીઃ આજે અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દિલ્હીમાં ધુમ્મસ છવાયેલું છે. દેશના મોટા ભાગમાં આ દિવસોમાં ઠંડીનો કહેર ચાલુ છે. જો કે હવે દિવસના સમયે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે પહોડી વિસ્તારોમાં આ દિવસોમાં બરફવર્ષા રોકાઈ રોકાઈને થઈ રહી છે.

 આ દરમિયાન હવામાન વિભાગે જાણકારી આપી છે કે આવનારા દિવસો સુધી આંધ્ર પ્રદેશ, યનમ, કર્ણાટક, તમિલનાડુ, પોન્ડીચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં હળવાથી લઈને ભારે વરસાદ થઈ શકે છે. ત્યારે તમિલનાડુ, કર્ણાટક, પોન્ડિચેરી અને કરાઈકલના કેટલાક અંદરના વિસ્તારોમાં ભારે વરસાદ હોવાની સંભાવના છે.

 હવામાન વિભાગના જણાવ્યાનુંસાર આંધ્ર પ્રદેશ, યનમ, કર્ણાટક, તમિલનાડુ, પોન્ડિચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં ૨૨ ફેબ્રુઆરીએ ગાજવીજ સાથે વરસાદ થવાનો અંદાજ છે. ત્યારે ૨૨ ફેબ્રુઆરીની સવારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પિ?મ ઉત્તર પ્રદેશમાં હળવાથી લઈને ઘેરા વાદળઓ છવાયેલા રહેવાનું અનુમાન છે. આઈએમડીએ કહ્યું કે ૨૨ ફેબ્રુઆરી બાદથી આ ધુમ્મસમાં ઘટાડો થવા લાગ્યો છે.

 આઈએમડીના અનુસાર ૨૨ ફેબ્રુઆરીથી લઈને ૨૫ ફેબ્રુઆરી સુધી હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા થવાનું અનુમાન છે. આ સાથે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુજફ્ફરાબાદમાં આવનારા ૫ દિવસોમાં ભારે વરસાદની સાથે બરફ વર્ષાની વાત કહેવામાં આવી રહી છે.  ત્યારે ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ૨૩થી ૨૪ ફેબ્રુઆરીમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

(1:14 pm IST)