Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

INX મીડિયા કેસ: કાર્તિ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત :વિદેશ જવાની મંજૂરી

કાર્તિએ વિદેશ જતા પહેલા બે કરોડ જમા કરવવા પડશે અને તેમની મુલાકાત વિશે સંપૂર્ણ માહિતી પણ આપવાની રહેશે.

નવી દિલ્હી : આઈએનએક્સમીડિયા કેસ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ ના પુત્ર કાર્તિ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટ તરફથી કાર્તિ ચિદમ્બરમને શરત સાથે વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કોર્ટના બહુમાલિકીના કાર્તિએ વિદેશ જતા પહેલા બે કરોડ રૂપિયાની રકમ જમા કરવી પડશે અને તેમની મુલાકાત વિશે સંપૂર્ણ માહિતી પણ આપવાની રહેશે.

(12:06 pm IST)
  • કોંગ્રેસ શાસિત પંડુચેરી રાજ્યના મુખ્યમંત્રી નારાયણસામીએ વિશ્વાસનો મત ગુમાવ્યો : 11 વિરુદ્ધ 14 મતથી પરાજિત થતા રાજીનામુ આપ્યું access_time 1:10 pm IST

  • મમતાની ભત્રીજા વહુનો વળતો લલકારઃ પૂછપરછ માટે તૈયાર છું : પં.બંગાળ તેજતર્રાર મુખ્યમંત્રી મમતા બેનરજીની ભત્રીજા વહુ રૂજીરાએ સીબીઆઈને કહ્યું છે કે કાલે ૨૩મીએ બુધવારે ૧૧ થી ૩ વચ્ચે પૂછપરછ માટે તે ઉપલબ્ધ છે access_time 4:32 pm IST

  • સોમનાથ મંદિરના પોસ્ટલ પ્રસાદનો પ્રારંભ થયો : રાજકોટઃ જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ પોસ્ટ મારફત મોકલાવાનો આજથી પ્રારંભ થયો છેઃ ટ્રસ્ટના સેક્રેટરી અને પૂર્વ સનદી અધિકારી શ્રી પ્રવિણભાઈ લહેરીએ પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો access_time 4:33 pm IST