Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

હદ.. આક્ષેપો કરવામાં પણ ગજબ કરી નાખી!!

મમતાનો પરિવાર ગાયની તસ્કરીમાંથી મબલખ નાણા કમાયેલ? કોલસા ચોરી તો કઇ નથી? વિજયવર્ગીય

આક્ષેપો કરવામાં ભાજપના મહામંત્રીએ ગજબ કરી નાખીઃ પોતાની પાસે પૂરતા પૂરાવા હોવાનો દાવો

કોલકાતાઃ સીબીઆઇ દ્વારા કોલસાની હેરાફેરીના મામલામાં ટીએમસી સાંસદ અને મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીની પત્નિને નોટિસ ફટકારી છે. એ પછી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય મમતાના પરિવાર પર આકરા અને વિચિત્ર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું છે કે કોલસા તસ્કરી તો એક વાનગી છે, મુખ્યમંત્ર મમતા બેનરજીનો પરિવાર ગાય તસ્કરીમાં સામેલ રહ્યો છે અને તેનાથી તેમણે ખૂબ પૈસા કમાયા છે.

મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી સાથે જોડાયેલા આરોપ પર એક ખાનગી ટીવી ચેનલ સાથે વાતચીત કરતાં ભાજપના રાષ્ટ્રીય, મહામંત્રી કૈલારા વિજયવર્ગીયે કહ્યું કે ટ્રકો ભરીને રોજ કોલસો કાઢવામાં આવતો હતો, આ તો ફકત એક કોલસાની હેરાફેરીની વાત છે, મારી પાસે તો ગાયની તસ્કરીના પૈસાની લેવડદેવડ થઇ હોવાના પુરાવા પણ છે. આવનારા સમયમાં લોકોને તેનો ખ્યાલ આવશે કે કેવી રીતે મુખ્યમંત્રીના પરિવારના લોકો ગાયની તસ્કરીથી પૈસા કમાતા હતા.

(11:35 am IST)