Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

૨૬ જાન્યુઆરીની હિંસાની તૈયારી પહેલેથી જ કરવામાં આવી હતી ?

પોલીસની નોટિસો સળગાવી નાખો, ગામડામાં ઘૂસવા દેતા નહિ : જોગીન્દરસિંઘ

નવી દિલ્હી,તા. ૨૨: એક જાહેર રેલીને સંબોધન કરતા ખેડૂત નેતા જોગીન્દર સિંહે કહ્યું હતું કે ૨૬જ્રાક જાન્યુઆરીએ જે પણ બન્યું તે અચાનક નહોતું બન્યું, તે એક તૈયારીની સાથે પર પાડવામાં આવેલું ષડયંત્ર હતું.

દીપ સિદ્ઘુ અને ગેંગસ્ટર લકખાસિંહ પર પણ નિશાન સાધતા ખેડૂત નેતા જોગીન્દર સિંહે કહ્યું હતું કે, ૨૬મી જાન્યુઆરીએ જે પણ દ્યટના બની તે એક ષડયંત્ર હતું, જેની તૈયારી પહેલાથી જ કરવામાં આવી હતી, કાવતરાખોરો એક અલગ જ દિશામાં ચાલી રહયા હતા, અને તેમના લક્ષ્યો પણ અલગ હતા.

બરનાલામાં એક રેલીને સંબોધતા ખેડૂત નેતાએ કહ્યું હતું કે ૨૬ જાન્યુઆરીના રોજ તેમની ઈચ્છા નક્કી કરેલા રૂટ પર જ નીકળવાની હતી, જે માર્ગ અંગે ચર્ચા જ નહોતી થઇ ત્યાંથી તેઓ નીકળવા માંગતા નહોતા, વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રદર્શનને એક ધાર્મિક રંગ આપવાના પ્રયત્નો થયા, પરંતુ તેઓ નિષ્ફ્ળ રહયા.

જોગીન્દરસિંહે કહ્યું કે તેમને ખબર છે કે લડાઈ કેવી રીતે લડવામાં આવે છે, પણ જે રીતે અમુક લોકોએ પોતાને પ્રસ્થાપિત કર્યા તે એમનો વિકલ્પ નથી, વધુમાં દિલ્હી પોલીસની નિંદા કરતા તેમણે કહ્યું હતું કે પોલીસ ખેડૂતોની વિરુદ્ઘમાં ખોટા કેસ ઉભા કરી રહી છે, બલબીરસિંહ રાજવાલનું નામ ટાંકી તેમણે કહ્યું કે તેમના પર ડકૈતી કરવાનો આરોપ છે. જો કે આ મામલે ખૂબ જ આક્રમક વલણ અપનાવીને તેમણે કહ્યું કે પોલીસની નોટિસોને બાળી નાખો અને તેમને ગામડામાં ઘૂસવા નહિ દેતા.

આ સમયે બલબીરસિંહે પણ કહ્યું કે વડાપ્રધાને ખેડૂતોને આંદોલનજીવી કહીને તેમનું અપમાન કર્યું છે.ખેડૂતોની જમીનો પર નજર રાખીને બેઠેલ કંપનીઓનો વિરોધ કરવો પણ રાષ્ટ્રહિત છે.

(10:36 am IST)