Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજસ્‍થાન : બીજેપીમાં ધમાસાણ વચ્‍ચે મોદી સાથે વસુંધરા રાજેની બેઠક

નવી દિલ્‍હી તા. ૨૨ : ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ અને પ્રદેશ અધ્‍યક્ષની રવિવારે દિલ્‍હીમાં ખાસ બેઠક થઈ છે. આ બેઠકમાં રાજસ્‍થાનની પૂર્વ મુખ્‍યમંત્રી વસુંધરા રાજે પણ પહોંચી હતી. અહીં તેઓએ પીએમ મોદી અને રાષ્ટ્રિય અધ્‍યક્ષ જેપી નડ્ડાની સાથે મુલાકાત કરી. રાજસ્‍થાનમાં અનેક વિધાનસભાની પેટાચૂંટણી પણ થવાની છે. એવામાં આ બેઠક મહત્‍વની માનવામાં આવી રહી છે.ᅠ

ભાજપની આ બેઠકમાં રાજસ્‍થાનના બીજેપી અધ્‍યક્ષ ડો. સતીષ પુનિયા પણ હાજર હતા. પૂર્વ મુખ્‍યમંત્રી વસુંધરા રાજેએ પીએમ મોદી અને અધ્‍યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાતને મહત્‍વની માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં કલહ બાદ ભાજપમાં પણᅠ

પૂર્વ મુખ્‍યમંત્રી વસુંધરા રાજેનો રાજસ્‍થાન પ્રવાસ શરૂ થવાનો છે, તે પહેલા ભાજપના ધારાસભ્‍ય પ્રતાપસિંહ સિંઘવીએ વસુંધરા રાજેને રાજયની કમાન ᅠઆપવાની માંગ કરી તો જયપુરના માલવીય નગરથી ધારાસભ્‍ય અને પૂર્વ મંત્રી કાલીચરણ સર્રાફાએ કહ્યું કે વસુંધરા રાજે મુખ્‍યમંત્રી હતી અને અમારી ભાવિ મુખ્‍યમંત્રી છે. વસુંધરા જૂથની તરફથી સતત ઉઠી રહેલી આ માંગને લઈને ભાજપમાં બેચેની જોવા મળી રહી છે.ᅠ

ભાજપમાં ખેંચતાણની સાથે પ્રદેશ અધ્‍યક્ષ સતીષ પુનિયાએ કહ્યું કે વસુંધરા રાજે અમારી સમ્‍માનિત નેતા છે પણ તેમના સમર્થકોએ કોટામાં તેમની રેલી કરીને એલાન કરીને સીધી પાર્ટીને ચેતવણી આપી છ. ઉલ્લેખનીય છે કે રાજે લાંબા સમય બાદ રાજસ્‍થાન વિઘાનસભાના બજેટમાં ભાગ લેવા ૨૪ ફેબ્રુઆરીએ જયપુર આવશે. તેના પહેલાં તેમની નજર ૨૧ ફેબ્રુઆરીએ દિલ્‍હીમાં ભાજપની બેઠક બાદ ઘટનાક્રમ પર ટકેલી છે આ બેઠક બાદ શું થશે.

 

 

(10:35 am IST)