Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ઓરિએન્‍ટલ અને યુનાઇટેડ ઇન્‍ડિયાઃ વિમા કંપનીઓનું ખાનગીકરણ કરવાની વિચારણા?

નવી દિલ્‍હીઃ સરકાર ઓરિએન્‍ટલ ઇન્‍શ્‍યોરન્‍સ અથવા યુનાઇટેડ ઇન્‍ડિયા ઇન્‍શ્‍યોરન્‍સ કંપનીને ખાનગીકરણ કરવા વિચારે તેવી સંભાવના છે. અનેક વખત મૂડી ઠલવાયા બાદ આ કંપનીઓની આર્થિક સ્‍થિતિ સુધરે પછ આ નિર્ણય લેવાઇ શકાય છે તેમ આ હિલચાલથી માહિતગાર લોકોનું કહેવું છે. નાણાકીય સ્‍થિતિ વધુ મજબૂત બનાવવા માટે સરકાર ચાલુ ત્રણ મહિનામાં સરકારી સામાન્‍ય વીમા કંપનીઓમાં રૂ.૩૦૦૦ કરોડ ઠાલવે તેવી ધારણા છે. ઓરિએન્‍ટલ ઇન્‍શ્‍યોરન્‍સ અને ચેન્‍નઇની યુનાઇટેડ ઇન્‍ડિયા ઇન્‍શ્‍યોરન્‍સ તેમની સુધારેલી નાણાં સ્‍થિતિને કારણે ખાનગીક્ષેત્રમાંથી રસ પેદા કરી શકે તેમ છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે ખાનગીકરણ માટે એક યોગ્‍ય ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હમરણાં જ શરૂ થઇ છે અને તે અંગે નક્કી કરવામાં થોડાક સમય લાગશે. જેમાં ૮૫ફ૪૪ ટકા હિસ્‍સો છે તે ન્‍યૂ ઇન્‍ડિયા એશ્‍યોરન્‍સ માટેની શકયતાને પણ તેમણે નકારી ન હતી. યોજના મુજબ, નીતિ આયોગ ખાનગીકરણ માટે સરકારને ભલામણ કરશે અને નાણાં મંત્રાલય હેઠળનો ડીપાર્ટમેન્‍ટ ઓફ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એન્‍ડ પબ્‍લિક એસેટ મેનેજમેન્‍ટ (DIPAM) તેના યોગ્‍ય નિષ્‍કર્ષની દરખાસ્‍ત રજૂ કરશે.

(10:35 am IST)