Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ઓનલાઇન કલાસિસથી કંટાળી ગયેલ શિક્ષિકાએ ગજબનાકનું નિવેદન કર્યું

પતિ કહે છે જવાબદારીમાંથી છટકવા માટે બહાના કરે છે : જબરી મડાગાંઠ : બાળકોથી નફરત થઇ ગઇ !! કોર્ટ દ્વારા કાઉન્સિલીંગ છતાં માની નહિ!!

ભોપાલ,તા. ૨૨: કોરોના માહામારીએ લોકોના જીવનને કેટલી હદે પ્રભાવિત કર્યુ છે તેનુ તાજુ ઉદાહરણ ભોપાલમાં જોવા મળ્યું છે. સાંભળીને થોડું આશ્ચર્ય થશે પરંતુ આ દ્યટના એકદમ સત્ય છે. ભોપાલની એક શિક્ષિકાએ મા બનવાની એટલા માટે ના પાડી દીધી, કારણ કે ઓનલાઇન કલાસ દરમિયાન બાળકોથી તે કંટાળી ગઇ હતી. જયારે પોતાનો નિર્ણય તેણે પરિવારને જણાવ્યો ત્યારે આ આખો મામલો કોર્ટમાં પહોંચ્યો છે.

મહિલાના પતિના કુટુંબ ન્યાયાલય સમક્ષ મહિલાને સમજાવવા માટે અરજી કરી છે. કોર્ટે મહિલાનું અનેક વખત કાઉન્સેલિંગ કર્યુ, આમ છતા તે મહિલા મા બનવા માટે તૈયાર નથી. ભોપાલની પ્રાઇવેટ સ્કૂલમાં આ મહિલા. પ્રાથમિક શાળાના વર્ગોમાં તે શિક્ષિકા છે. કોરોના મહામારીના સમય દરમિયાન જયારે એનલાઇન કલાસ ચાલતા હતા ત્યારે તેને બાળકો પ્રત્યે નફરત થઇ ગઇ છે. જેના કારણે તેણે આ નિર્ણય કર્યો છે.

શિક્ષિકાના જણાવ્યા પ્રમાણે કલાસ દરમિયાન બાળકો તોફાન કરે છે, તેમની કોઇ વાત માનતા નથી. ઓનલાઇન કલાસ દરમિયાન બાળકોનો આવો વ્યવહાર જોઇને હું એટલી કંટાળી ગઇ છુ કે હવે મારે બાળક જ નથી જોઇતું. તો આ તરફ મહિલાના પતિનું કહેવું છે કે પત્ની પોતાની જવાબદારીમાંથી બચવા માટે આવું બહાનું કરે છે. કાઉન્સલર આ માટે ચાર વખત મહિલાનું નિષ્ફળ કાઉન્સેલિંગ કરી ચુકયા છે.

(10:35 am IST)