Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ : સંતાનો સાથે સતત સંપર્ક જાળવતા

૮૦ વર્ષ પૂર્વે સૌથી નાના પુત્ર દેવદાસને સેવાગ્રામ-વર્ધાથી લખેલો પત્ર : કલેકટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધી પુસ્તકના અનેક ભાગોમાં ગાંધીજીના હજારો પત્રનો સંગ્રહ

ભારત છોડો આંદોલન માટે ૧૯૪૨માં કસ્તુરબા રાજકોટ આવેલા અને ધરપકડ થયેલ : પૂણે આગાખાન પેલેસમાં કેદ રખાયેલ : જ્યાં તેમનુ આજની તારીખે અવસાન થયેલ

આજથી ૮૦ વર્ષ પહેલાં ટેકનોલોજી અને કૌમ્યુનિકેશનના માધ્યમો આજ જેટલા મજબૂત ન હોવા છતાં પહેલાં પણ એકબીજા સુધી જરૂરી સંદેશ ઓછા શબ્દોમાં કઈ રીતે પહોંચાડવો, તેમ છતાં તેમાં ભાવ ન ખૂટે એ કળા આજે વોટ્સએપ ૫૨ એક જ ટચમાં મેસેજ સેન્ડ કરતી ઇન્સ્ટા જનરેશને શીખવાની જરૂર છે. કસ્તુરબાએ આજીવન બાપુ સાથે ના દેશમાં વિવિધ સ્થળોના પ્રવાસ કે જેલમાં હોવા છતાં પોતોના સંતાનો સાથેનો સંપર્ક જાળવી રાખ્યો. ટેકનોલોજી અને પ્રવાસના સાધનોની આજના જેવી સુવિધા ન હોવા છતાં પોતાના બાળકો માટેની કાળજી અને ભાવને પણ સતત જકકત કરતાં રહ્યાં હતાં. ૨૨ ફેબ્રુઆરી કતુરબાની પુણ્યતિથિ છે. ત્યારે અહીં કસ્તુરબાએ ૧૯૪૧જ્રાક્નત્ન તેમના સૌથી નાના પુત્ર દેવદાસ ગાંધીને લખેલો પત્ર છે, જે તેમણે સેવાગ્રામ, વર્ધામાંથી લખ્યો હતો.

કલેકટેડવકર્સ ઓફ મહાત્મા ગાંધીના ૧૦૦ ભાગમાં ગાંધીજીને કે ગાંધીજી દ્રારા લખાયેલાં હજારો પત્રો સમાવી લેવાયા છે. હવે આ ખજાનામાં ગાંધીજીએ લખેલાં ૧૯૦ પત્રો ઉપરાંત ૫૫૦ વધુ અપ્રગટ પત્રો સાબરમતી ગાંધી આશ્રમના આર્કાઇજઝને ગોપાલકૃષ્ણ ગાંધી તરફથી મળ્યા છે. ગોપાલકૃષ્ણ ગાંધીના પિતા અને ગાંધીજીના પુત્ર સૌથી નાના ચોથા નંબરના પુત્ર દેવીદાસ ગાંધી પાસે આ પત્રો સચવાયેલા હતા. તેઓ વિશેષ નોંધ સાથે તેનું પ્રકાશન થાય તેમ ઇચ્છતા હતા. પરતું તેમનું અચાનક અવસાન થવાથી આ કામ થઈ શકયું નહીં, હવે આ સંકલિત પત્રો અંગ્રેજીમાં ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ અને ગુજરાતીમાં નવજીવન પ્રકાશન દ્વાર પ્રકાશિત થશે. આ કામ પૂર્ણ થયા પછી મૂળ પત્રો સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટને સોંપી દેવાશે. જયાં તેને આર્કાઇવના માધ્યમથી ભાવિ પેઢી માટે ઉપલબ્ધ કરાશે. આ પત્ર દેવદાસ ગાંધીને એ પત્રોમાંનો એક છે. ત્યાર બાદ ૧૯૪૨માં ભારત છોડો આંદોલન માટે કસ્તુરબા રાજકોટ ગયા. જયાંથી તેમની ધરપકડ થઈ અને તેમને પુણેના આગાખાન પેલેસમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા. જયાથી તેમની તબિયત લથડતી રહી અને ૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૪ના રોજ સાંજે ૭.૩૫ વાગ્યે ૭૪ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. (નવગુજરાત સમયમાંથી સાંભાર)

૧૩ ઓગસ્ટ, ૧૯૪૧ ચિ. દેવદાસ,

તું બહુ યાદ આવે. મને ત્યાંનું બધું બહુ  જ યાદ આવે છે. આ વખતે ર ધમ  બહુ સેવા કરી, ચિ, લક્ષ્મીના બેત્રણ  પ્રેમભર્યા પત્રો આવી ગયા, યિ, તારાને  તો તારી પારો આવવાનું બહુ મન થાય  છે. હજુલક્ષ્મીનો ત્યાંથી નીકળવાનો  કાગળ નથી. મનેલાગે છે કે રામજી  છૂટશે પછી મળીને આવીશ,  હાલમાં કુસુમ દેસાઈ અહીં છે.  તું લક્ષ્મીને અહીં લેવા આવજે. એટલે  અમારા બધાથી પણ તને મળાશે.  કોઇ કોઈ વખત રામદાસના કાગળ આવે છે. ચિ. મનુ તથા કુવરજીનો પણ કાગળ  હતો, મનુ તો લખતી હતી કે કાકા તો બે  ચાર મિનિટ જ બેસીને ગયા, તુ મુંબઇ  ગયો હતો અને મથુરાદાસને મળ્યો હતો,  સાભળ્યું બહુ માંદા હતા.!

લી. બાના આશીર્વાદ

(10:33 am IST)
  • રાજસ્થાનમાં એક જ પરિવારના ૪નો આપઘાત : રાજસ્થાનના સિકરમાં એક જ પરિવારના ચાર સભ્યોનો આપઘાત access_time 2:42 pm IST

  • પુડ્ડુચેરીના કોîગ્રેસી મુખ્યમંત્રી કે. નારણસામી રાજીનામુ આપી રહ્ના છે : તેમના ૫ સભ્યો તૂટી જતા લઘુમતીમાં મૂકાઈ ગયેલા કોîગ્રેસી મુખ્યમંત્રી બળાબળના પારખા પહેલા જ રાજીનામુ આપી રહ્નાના નિર્દેશો મળી રહ્ના છે access_time 11:36 am IST

  • પાંચ રાજયો માટે ૮૮ રેલ પ્રોજેકટનું લોકાર્પણ : કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ દ્વારા કેરળ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં ૧૦૦૦ કરોડ રૂપિયાના ૮૮ રેલ્વે પ્રોજેકટોનું લોકાર્પણ access_time 2:42 pm IST