Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

૧૬ કલાક ચાલેલી ભારત - ચીનની બેઠક નિષ્ફળ

પૂર્વી લદ્દાખના તણાવ ભર્યા વિસ્તારોમાં સૈનિકોને હટાવવા માટે સહમતિ ન બની

નવી દિલ્હી તા. ૨૨ : થોડાં દિવસો અગાઉ જ ભારત અને ચીન બંને દેશો પૂર્વી લદ્દાખમાં તૈનાત પોત-પોતાના સૈનિકોને પરત હટાવવા મામલે સહમત થઇ ચૂકયા છે જેનાથી દશેક મહીના અગાઉ જે જૂનો વિવાદ હતો તે ખતમ થયો, જે એપ્રિલ, ૨૦૨૦થી બંને દેશોની વચ્ચે ચાલી રહ્યો હતો. આ પ્રક્રિયા બાદ હવે બંને દેશોની વચ્ચે કોર કમાન્ડર સ્તર પર દસમી બેઠક થઇ છે. જેમાં બંને દેશોએ પેંગોંગ ઝીલથી ફ્રન્ટલાઇન પર લડી રહેલા સૈનિકોને હટાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોને લઇને સકારાત્મક પ્રતિક્રિયા આપી અને આ પ્રયાસોની પ્રશંસા કરી.

આ મીટિંગ ચીની સાઇડમાં સ્થિત 'મોલ્ડો - ચુશૂલ બોર્ડર મીટિંગ પોઇન્ટ પર થઇ. પેંગોંગ ઝીલથી જે રીતે સૈનિકોને હટાવીને સીમા પર તણાવ ઓછો કરવામાં આવ્યો છે. તે બાકીના ક્ષેત્રો માટે એક સારું ઉદાહરણ છે કે, જયાં બંને દેશોની વચ્ચેના વિવાદ ચાલી રહ્યો છે. તેનાથી LACના પૂર્વી સેકટર વિવાદ મામલા સામે પણ નિપટી શકાય. કોર કમાન્ડર સ્તર પર થયેલી વાતચીતમાં રેન્ડમ વિષયો પર પણ ચર્ચા થઇ. જેમાં બંને દેશોએ પશ્ચિમી સેકટર (વેસ્ટર્ન સેકટર) ના વિશે પણ એકબીજા સાથે પોતાના વિચારો એકસચેન્જ કર્યાં.

બંને દેશોની વચ્ચે થયેલી વાતચીત અંદાજે ૧૬ કલાક સુધી ચાલી. આ મીટિંગમાં પેંગોંગ ઝીલની જેમ જ ગોગરા અને હોટસ્પ્રિંગના મુદ્દાને પણ શાંતિપૂર્ણ રીતે સુલઝાવી લેવા પર વિચાર કરવામાં આવ્યો છે.બંને પક્ષ પોત-પોતાના નેતાઓની અંદરોઅંદરની સહમતિને ફોલો કરવા માટે સહમત થયા છે. બંને જ પક્ષે આગળ પણ વાતચીત શરૂ રાખવા માટે જમીન પર સ્થિતિને નિયંત્રિત કરવા અને આગળના મામલાને ટૂંક સમયમાં જ જલ્દીથી હલ કરવા માટે સામાન્ય સહમતિ બનાવવા માટે તૈયાર થયા છે. બંને દેશ બાકી વિવાદિત ક્ષેત્રો જેમ કે, ડેપ્સાંગ માટે પણ મિલિટ્રી અને રાજનૈતિક લેવલ પર વાતચીત કરવાની જરૂરિયાત પર સહમત થયાં.

(10:28 am IST)