Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

કોરોના રીટર્નસ ! કેન્દ્રનો ૫ રાજ્યોને પત્ર

આરટી - પીસીઆર ટેસ્ટ વધુ કરો કોરોનાની ગાઇડ લાઇન્સને સખ્ત પાળવા આદેશ

નવી દિલ્હી તા. ૨૨ : દેશમાં કોરોનાના પ્રકોપ એકવાર ફરી જોવા મળ્યો છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૫ રાજ્યોને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને તાત્કાલિક ધોરણે આરટી-પીસીઆર તપાસ વધારવા કહ્યું છે. સાથે જ રેપિડ એન્ટીજન તપાસ નેગેટીવ આવવા પર આરટીપીસીઆર તપાસ ફરજીયાત કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યોને સખ્ત આદેશ આપવામાં આવ્યા છે સાથે જ સંક્રમણના ફેલાવાને રોકવા માટે કન્ટેનમેન્ટ ઝોનમાં બેદરકારી ન કરવા કહ્યું છે.

કેન્દ્રએ મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢને પત્ર લખ્યો છે. રાજ્યમાં રાજનૈતિક ધરણા, રેલીઓ, ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો પર થોડા દિવસ માટે રોક લગાવા કહ્યું છે.

દેશમાં કોરોનાના વધતા સંક્રમણને જોઇને કેન્દ્ર સરકારે ચિંતા વ્યકત કરીને રાજ્યોને સખ્ત આદેશ આપ્યા છે.

(10:24 am IST)