Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

પાકિસ્તાને BCCI પાસે માંગી સુરક્ષાની લેખિત ગેરેન્ટી : નહીંતર ટૂર્નામેન્ટ UAEમાં કરવાની માંગ કરતા રહેશે

ICCને કહ્યું કે માર્ચના આખીર સુધીમાં લેખિત આશ્વાસન જોઈએ

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધોને લઈને લાંબા સમયથી ક્રિકેટ મેચ રમવામાં આવ્યો નથી. બંને ટીમ માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ એક-બીજાની વિરુદ્ધમાં ઉતરે છે. ભારતે આ વર્ષે થનાર T-20 વર્લ્ડ કપમાં મેજબાની કરવી પડશે. એવામાં પાકિસ્તાનના ખેલાડીઓને ભારત આવવા માટે વીઝા મળશે કે કેમ તેના પર ચર્ચા ચાલી રહી છે. ભારત તરફથી અત્યાર સુધીમાં આ મુદ્દા પર સ્પષ્ટ રીતે કાંઈ પણ કહેવામાં આવ્યું નથી

જો કે કોરોના મહામારીના કારણે ICCએ તેને સ્થગિત કરી હતી. ત્યારબાદ જે નવું શેડ્યૂલ નક્કી કરવામાં આવ્યું તેમાં ભારતને સ્થગિત થયેલ T-20 ની મેજબાનીની જવાબદારી સોંપવામાં આવી. જ્યારે ભારતમાં 2022માં થનાર T-20 વર્લ્ડ કપની મેજબાની ઓસ્ટ્રેલિયાને સોંપવામાં આવી.છે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એહસાન મનીએ કહ્યું કે, ભારત જ્યાં સુધી આગામી T-20 વિશ્વ કપ માટે તેમની ટીમ, પ્રશંસકો અને પત્રકારોને વીઝા આપવાનું લેખિતમાં આશ્વાસન નહીં આપે ત્યાં સુધી તેઓ ટૂર્નામેન્ટ UAEમાં કરવાની માંગ કરતા રહેશે. લાહોરમાં PBC મુખ્યાલય પર પત્રકારો સાથે વાતચીતમાં મનીએ કહ્યું કે, બોર્ડે ICCને પોતાના વિચારોથી અવગત કર્યા છે.

તેમણે કહ્યું કે, આ બિગ થ્રીની માનસિકતા બદલવાની જરૂરત છે. અમે માત્ર રાષ્ટ્રીય ટીમને લઈને નહીં પરંતુ પોતાના ફેંસ, અધિકારીઓ અને પત્રકારો માટે પણ વીઝાના લેખિત ગેરંટી માંગી છે. મનીએ કહ્યું કે, અમે ICCને કહ્યું કે અમારે માર્ચના આખીર સુધીમાં લેખિત આશ્વાસન જોઈએ જેથી ખબર પડે કે આગળ શું કરવાનું છે. નહીં તો અમારે વર્ડકપ ભારતની જગ્યાએ UAEમાં કરવાની માંગ પર તટસ્થ રહેવું પડશે. T-20 વિશ્વ કપ ભારતમાં ઓક્ટોબર નવેમ્બરમાં થવાનો છે. મનીએ કહ્યું કે, તે પાકિસ્તાનના પૂરા દળની સુરક્ષાની વ્યવસ્થા પર પણ BCCI પાસેથી લેખિત આશ્વાસન ઈચ્છે છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના સંબંધ હંમેશાથી સારા રહ્યા નથી. છેલ્લી વખત વર્ષ 2007માં પાકિસ્તાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. મુંબઈમાં 2008માં થયેલા હુમલા બાદ વર્ષ 2012-13માં માત્ર એક દ્વિપક્ષીય સીરીઝ રમવામાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે કોઈ દ્વિપક્ષીય સીરીઝ રમવામાં આવી નથી. જો કે, બંને ટીમે ICC વર્લ્ડ કપ અને ચેમ્પિયન ટ્રોફિમાં ટકરાઈ હતી. ગત વખતે બંને ટીમોનો સામનો ઈંગ્લેન્ડમાં થયેલ વર્ડ કપમાં થયો હતો.

(9:30 am IST)
  • ઈશાંત ટેસ્ટની સદી ફટકારશે : આગામી ૨૪મીથી મોટેરા સ્ટેડિયમ ખાતે ડે એન્ડ નાઈટ ટેસ્ટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઈશાંત શર્મા પોતાના ટેસ્ટ કેરીયરનો ૧૦૦મો ટેસ્ટ રમનાર છે તેણે ૯૯ ટેસ્ટ મેચમાં ૩૦૨ વિકેટો ઝડપી છે. access_time 2:41 pm IST

  • ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી સરકારે બજેટનો પટારો ખોલ્યો : ફાયનાન્સ મિનિસ્ટર સુરેશ ખન્નાએ અત્યાર સુધીનું સૌથી મોટું 5,50,270 કરોડ રૂપિયાનું પેપરલેસ બજેટ ધારાસભામાં રજૂ કર્યું : અયોધ્યા નગરી માટે 140 કરોડ ,વેક્સીન માટે 50 કરોડ ,ખેડૂતોને મફત પાણી આપવા માટે 700 કરોડ ,તથા મહિલા શક્તિ કેન્દ્રોની સ્થાપના માટે 32 કરોડ રૂપિયાની ફાળવણી સાથે 2021-22 ની સાલનું બજેટ પેશ કરાયું access_time 1:54 pm IST

  • અજીબ છે આ રેલવે સ્ટેશન : અહીં ટિકિટ લેવા જવું પડે છે મહારાષ્ટ્ર અને ટ્રેન પકડવા માટે ગુજરાત પહોંચવું પડે : બે રાજ્યોની વચ્ચે આવ્યું છે નવાપુર રેલવે સ્ટેશન: ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા સ્પર્શતું એકમાત્ર રેલવે સ્ટેશન : સ્ટેશને બેન્ચનો અડધો ભાગ મહારાષ્ટ્ર અને અડધો હિસ્સો ગુજરાતમાં છે access_time 9:25 am IST