Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

નોર્વેમાં અમેરિકાના શક્તિશાળી પરમાણુ બી- 1 બોમ્બર્સ નૈતાત : રશિયાએ મિસાઈલના લક્ષ્‍‍ય બદલ્યા:,જંગી યુદ્ધ જહાજ ખડક્યા

રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો : હવે લડાઈ બૈરંટ-સી સુધી પહોંચી

નવી દિલ્હી : જો બાઈડને અમરિકાના રાષ્ટ્રપતિ પદની કમાન સંભાળતાની સાથે રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. બન્ને મહાશક્તિના વચ્ચે શરૂ થયેલા તણવાના કારણે યુરોપન દેશ તેની જ્વાળાથી બળી શકે છે. અમેરિકા અને રશિયા પહેલાથી બાલ્ટિક સાગરમાં બાદશાહત ભોગવવા માટે આમને-સામને છે. હવે આ લડાઈ બૈરંટ-સી સુધી પહોંચી છે. અમેરિકાએ પોતાના સૌથી શક્તિશાળી પરમાણુ બી- 1 બોમ્બર્સને નોર્વેમાં તૈનાત કરતાની સાથે રશિયાએ પણ પોતાની મિસાઈલના મોંઢા નોર્વે તરફ કર્યા છે.

અમેરિકાના બોમ્બ નોર્વેમાં તૈનાત થતાની સાથે રશિયાના સંરક્ષણ મંત્રાલયે મિસાઈલ ટેસ્ટ માટે NOTAM જાહેર કર્યું છે.

NOTAMની જાહેરાત બાદ રશિયા આ વિસ્તારમાં કોઈપણ સમયે ઘાતક મિસાઈલનું ટેસ્ટિંગ કરી શકે છે. NOTAMની જાહેરાતથી સમગ્ર વિસ્તારમાં નો ફ્લાઈગ ઝોન જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારમાં સેનાનું કોઈ યુદ્ધ જહાજ ઉડાન ભરે તો તેને ચેતવણી આપવામાં આવે છે. રશિયાએ NOTAM હેઠળ સ્વેલબર્ડ ટાપુ સુધી નો ફ્લાઈગ ઝોનની ચેતાવણી આપી છે. આ વિસ્તારને બિયર ગેપ તરીકે ઓળખવામાં આવે છે. બિયર ગેપમાં અત્યારે રશિયાના જંગી યુદ્ધ જહાજ તૈનાત થયા છે

અમેરિકામાં સત્તા પરિવર્તન થતાની સાથે બાઈડન રશિયા સામે પડકાર ફેંકી રહ્યાં છે. તો રશિયા પણ અમેરિકાના દબાણમાં આવવા માટે તૈયાર નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વિરોધી એલેક્સી નવલનીની કરવામાં આવેલી ધરપકડ બાદ યુરોપિયન દેશમાં તણાવ વધ્યો છે. યુરોપિયન યુનિયને રશિયા પ્રતિબંધ લગાવવાની તૈયારી કરતા રશિયાએ પણ ચેતાવણી આપી કે, 'રશિયા પર યુરોપિયન યુનિયન પ્રતિબંધ લગાવશે તો રશિયા યુનિયન સાથે તમામ સંબંધ પર પૂર્ણવિરામ લગાવશે

(12:00 am IST)