Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

એમપીમાં લગ્ન માટે દબાણ કરતા તબીબે આસિસ્ટન્ટની હત્યા કરી

પોલીસ તપાસ દરમિયાન થયો ખુલાસો : મધ્યપ્રદેશના સતનામાં ડોક્ટરે તેની ગર્લફ્રેન્ડની હત્યા કરીને મૃતદેહ ક્લિનિક નજીક ખાડામાં દફનાવી દીધો

સતના, તા. ૨૧  : મધ્ય પ્રદેશના સતના જિલ્લાના એક ડોક્ટરે ભયંકર ગુનાને અંજામ આપ્યો છે. ક્લિનિકમાં નોકરી કરતી યુવતીને ડોક્ટરે પહેલા તેના પ્રેમજાળમાં ફસાવી. બાદમા જ્યારે યુવતીએ તેના પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું, ત્યારે તે ભડકી ગયો અને ક્લિનિકમાં જ યુવતીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. ત્યાર પછી ડોક્ટરે યુવતીને ક્લિનિકની નજીકની ગલીમાં એક ખાડામાં દફનાવી દીધી. ડોક્ટરે બે મહિના સુધી પરિવારથી હકીકત છુપાવી રાખી હતી.

ડોક્ટરની ક્લિનિકમાં કામ કરતી મહિલા વિભા કેવટ ૧૪ ડિસેમ્બર ૨૦૨૦થી ગુમ હતી. જ્યારે યુવતીનો પરિવાર ડોક્ટરને તેના વિશે પૂછપરછ કરતો ત્યારે તે કહેતો કે તેણી બહાર કામ પર ગઈ છે. તે પછી પરિવારે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી હતી. રિપોર્ટ દાખલ થયા પછી, પોલીસ ડોક્ટરની પૂછપરછ કરી ત્યારે સમગ્ર ઘટના અંગે પર્દાફાશ થયો હતો.

ધવરી વિસ્તારમાં આવેલી ડો.આશુતોષ ત્રિપાઠીના ક્લિનિકમાં કામ કરતી મહિલા વિભા કેવટ ૧૪ ડિસેમ્બર ૨૦૨૦ થી ગુમ હતી. બીજા દિવસે ૧૪ ડિસેમ્બરની રાત્રે જ્યારે તે છોકરી તેના ઘરે પહોંચી ન હતી, ત્યારે પરિવારજનો ક્લિનિક પર પહોંચ્યા હતા પરંતુ અને ડોક્ટર તેને કામથી બહાર જવાનું કહીને પરિવારનો પરત ઘરે મોકલ્યો હતો. આ સિલસિલો ઘણા દિવસો સુધી ચાલુ રહ્યો, પરંતુ ઘણા સમય પછી પણ પરિવારજનોએ યુવતી વિશે કઈ જાણ ન થતાં પોલીસને જાણ કરી હતી.

રિપોર્ટ દાખલ થયા બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી ત્યારે ડોક્ટરે પોલીસકર્મીઓને ગોળગોળ ફેરવવાનું શરૂ કર્યું. ત્યારબાદ પોલીસે ડો.આશુતોષ ત્રિપાઠીની કોલ ડિટેઇલ કઢાવી હતી, જેમાં માલુમ પડ્યું હતું કે યુવતીએ છેલ્લે ડોક્ટર સાથે વાત કરી હતી. ત્યારબાદ પોલીસે ડો.આશુતોષ ત્રિપાઠીને કસ્ટડીમાં લઈને કડક પૂછપરછ શરૂ કરી હતી.

પૂછપરછ દરમિયાન તે મહિલા અને ડોક્ટર વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતું. આને કારણે યુવતી સતત ડોક્ટર પર લગ્ન માટે દબાણ કરી રહી હતી. ૧૪ ડિસેમ્બરે બંને વચ્ચે લગ્ન અંગે ચર્ચા થઈ હતી. તે પછી ડો.આશુતોષે ક્લિનિકમાં જ વિભાનું ગળું દબાવ્યું હતું, જેના કારણે તેણીનું મોત નીપજ્યું હતું.

ડોક્ટરે વિભાની હત્યા કરી અને તેને ક્લિનિકની બાજુમાં આવેલા ખાડામાં દફનાવી દીધી. પોલીસે આરોપીના કહેવાથી યુવતીનો હાડપિંજર ખાડામાંથી બહાર કાઢયો છે. સતના સીએસપી વિજયસિંહે જણાવ્યું કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. સ્ત્રી સતત તેના પર લગ્ન માટે દબાણ લાવી રહી હતી. ત્યારબાદ ડોક્ટર દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. આરોપી ડોક્ટરની ધરપકડ કરી જેલમાં મોકલી દેવાયો છે.

(12:00 am IST)
  • શંકા ગમે તેટલી મજબૂત કેમ ન હોય , પુરાવાનું સ્થાન ન લઇ શકે : સુપ્રિમકોર્ટની ટિપ્પણી :જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ હેમન્ત ગુપ્તાની પીઠે ઓરિસ્સા હાઇકોર્ટના એક નિર્ણંયને યથાવત રાખતા કહ્યું કે કોઈપણ આરોપી વિરુદ્ધ પુરાવાની કડી એટલી મહત્વપૂર્ણ હોવી જોઈએ,જેથી તેના વિરુદ્ધ આરોપ સાબિત થઇ શકે access_time 9:26 am IST

  • અખિલ ભારતીય બાર પરીક્ષા XVI (AIBE XVI) એક મહિના માટે મુલતવી રાખવામાં આવી છે અને હવે 21 માર્ચના બદલે 25 એપ્રિલ, 2021 ના ​​રોજ યોજવામાં આવશે. આ બાબતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ) એ રવિવારે એક જાહેરનામું બહાર પાડીને આ માટેના સુધારેલા શેડ્યૂલની જાણ કરી હતી. access_time 8:42 pm IST

  • ઈશાંત ટેસ્ટની સદી ફટકારશે : આગામી ૨૪મીથી મોટેરા સ્ટેડિયમ ખાતે ડે એન્ડ નાઈટ ટેસ્ટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઈશાંત શર્મા પોતાના ટેસ્ટ કેરીયરનો ૧૦૦મો ટેસ્ટ રમનાર છે તેણે ૯૯ ટેસ્ટ મેચમાં ૩૦૨ વિકેટો ઝડપી છે. access_time 2:41 pm IST