Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

IPL- 2020: રોમાચંક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની જીત : 49 રનથી કલકત્તા નાઇટ રાઇડર્સને હરાવ્યું

મેન ઓફ ધ મેચ રોહિત શર્માએ 54 બોલમાં 6 ગગનચુંબી છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 80 રન ફટકાર્યા

અબુધાબી: આઇપીએલ સિઝન 13ની 5મી મેચમાં આજે કલકત્તા નાઇટ રાઇડર્સ વર્સીસ મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો યોજાયો હતો જેમાં મુંબઈ ઇન્ડિયને બાજી મારી હતી અને કલકતા નાઈટ્સ રાઇડર્સને 49 રનથી હરાવ્યું હતું અબુધાબીના શેખ જયાદ ક્રિકેટ સ્ટેડિયમ પર કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિકએ ટોસ જીતીને પહેલાં બોલીંગનો નિર્ણય કર્યો હતો

 મુંબઇ જેના આધાર પર મુંબઇ ઇન્ડિયન્સની ટીમે રોહિત સહ્ર્માની 80 (54) રનોની દમદાર ઇનિંગના દમ પર 20 ઓવરમાં 195-5 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. કેકેઆરને મેચ જીતવા માટે 196 રનનો ટાર્ગેટ પાર કરવાનો હતો

  મુંબઈ ઇન્ડિયને 20 ઓવરમાં 195-5 રનનો મોટો સ્કોર બનાવ્યો અને કેકેઆરને 196 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં કેકેઆરની ટીમ 20 ઓવરમા6 146-9 રનનો સ્કોર બનાવવામાં સફળ રહી હતી અને મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કેકેઆર તરફથી સૌથી રન પૈટ 33 રન બનાવ્યા. પોતાની સારી રમત માટે રોહિત શર્માને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો. 

   મુંબઈ તરફથી રોહિત શર્માએ 54 બોલમાં 6 ગગનચુંબી છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 80 રન તથા સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 47 રન બનાવ્યા હતા.
પોલાર્ડ 7 બોલમાં 13 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. આજની મેચમાં સમાવેશ થવાની સાથે જ પોલાર્ડના નામે એક મોટો રેકોર્ડ નોંધાઈ ગયો હતો. મુંબઈ ઈન્ડિયન્સના કિરોન પોલાર્ડની આ 150મી આઈપીએલ મેચ છે. આઈપીએલમાં એક જ ટીમ માટે 150 મેચ રમનાર પહેલો વિદેશી ખેલાડી બન્યો છે.

(12:00 am IST)