Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

રામમંદિર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે વિહીપઃ સોનાનું મંદિર બનાવશું: મહંત કમલનયન દાસઃ અયોધ્યામાં ફરી એક વાર કાર સેવા

અયોધ્યા,તા.૩૦: વિશ્વ હિન્દુ પરિષદે રામમંદિરે નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવાનો નિર્ણય કરી લીધો છે. વિહીપે નકકી કર્યું છે કે લોકો આર્થિક અને શારીરિક સહયોગથી રામમંદિર બનાવશે. એક વાર કોરોના સંકટ દુર થાય પછી મંદિર માટે કાર સેવા પણ થશે. સામાન્ય ભારતીય પોતાની ત્રેવડ અનુસાર તન, મન,ધનથી સહયોગ આપશે. વીએચપી અનુસાર, અયોધ્યામાં રામમંદિર નિર્માણની જવાબદારી ભલે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસની છે. પણ વીએચપી પોતાની ભૂમિકા નિભાવવામાં કોઇ કસર નહીં રાખે. અયોધ્યામાં થયેલી વીએચપીની મીટીંગમાં આવો નિર્ણય લેવાયો હતોે મીટીંગમાં એવુ પણ નકકી થયુ કે કોરોના સંકટ દૂર થતાં જ ભૂમિપૂજન પછી મંદિરનું ઔપચારિક નિર્માણ શરૂ થઇ જશે. ત્યારે સામાન્ય ભારતીય નાગરિક પણ અહીં કારસેવા માટે આવી શકશે.

શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના મહામંત્રી અને વીહીપના ઉપાધ્યક્ષ ચંપત રાય અનુસાર અયોધ્યાની મીટીંગમાં નકકી થયું છે કે સામાન્ય ભારતીય નાગરિકને ભાવનાત્મક રીતે શ્રી રામ લલા મંદિર નિર્માણ સાથે તન, મન,ધનથી જોડવાનું અમારૂ સૌનુ લક્ષ્ય છે. આમ તો મંદિર નિર્માણ માટે નાણાની કોઇ કમી નથી પણ સામાન્ય શ્રધ્ધાળુ જનતાને ભાવનાત્મક રીતે મંદિર નિર્માણ સાથે જોડવા માટે એવો નિર્ણય કરાયો છે કે, દરેક ભારતીય દસ રૂપિયાનો સહયોગ આપે, જેથી બધાની ભાગીદારી સુનિશ્ચિત થઇ શકે.

મહંત કમલનયન દાસે કહ્યું કે, રામમંદિર મોડલમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે. રહી વાત રામ મંદિર નિર્માણની ભવ્યતાની તો આખુ મંદિર સોનાથી બનાવવામાં આવશે. તો રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્રદાસે કહ્યું કે, હવે રામ મંદિર નિર્માણમાં મોડુ ન કરવું જોઇએ.  જો શકય હોય તો ૧ અથવા ૨ જુલાઇએ ભૂમિપૂજનનું કામ થઇ જવું જોઇએ. તો વીએચપીના મીડીયા પ્રભારી શરદ શર્માનું કહેવુ છે કે ભલે થોડુ મોડુ થાય પણ ભૂમિપૂજન વડાપ્રધાન મોદી અયોધ્યા આવીને કરે કેમ કે સંતો સહિત આખો દેશ આવું ઇચ્છે છે.

(3:59 pm IST)
  • ભારતમાં કોરોનાએ ભરડો લીધો : છેલ્લા 24 કલાકમાં 19,609 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5, 49,196 કેસ: 2,10,879 એક્ટિવ કેસ :કુલ 3,21,774 દર્દીઓ રિકવર થયા :વધુ 384 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 16,487થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 5493 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,64,626 થઇ: તામિલનાડુમાં નવા 3940 કેસ :દિલ્હીમાં વધુ 2889 કેસ નોંધાયા: કર્ણાટકમાં 1267 નવા કેસ : તેલંગાણામાં નવા 983 કેસ : આંધ્ર પ્રદેશમાં વધુ 813 કેસ નોંધાયા access_time 12:54 am IST

  • અમદાવાદ વસ્ત્રાલ ARTOના AIMV નિલેશ કોઠારીનું રાજકોટ પાસે ત્રંબામાં અકસ્માતમાં કરૂણમોત નિલેશભાઈ કોઠારી તેમના પરિવારજનો સાથે રાજકોટથી ઢાંઢીયા પરત જતા જતા રસ્તામાં ત્રંબા કસ્તુરબા ધામ બસ સ્ટોપ પાસે બાળકો માટે બિસ્કિટ અને નાસ્તો લેવા પાનની દુકાને ઉભા હતા તે જ સમયે અચાનક ધસી આવેલ ટ્રકે નિલેશભાઈને તેમજ ત્રણ કાર અને બે વાહનોને અડેફેટે લીધા હતા;ગંભીર ઈજાગ્રસ્ત નિલેશભાઈને સારવાર માટે રાજકોટ લવાયા પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યા access_time 12:44 am IST

  • અમદાવાદમાં નવા માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર : ચાંદખેડા , બોડકદેવ, ચાંદલોડિયા, સરખેજ, વાસણા, સાબરમતી વિસ્તારની સોસાયટીઓ સહિત 7 વિસ્તારની અલગ-અલગ સોસાયટીને માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર access_time 10:54 pm IST