Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

આવતીકાલથી ગુજરાતમાં દુકાનો રાત્રે ૮ સુધી અને હોટેલ તથા રેસ્ટોરન્ટ રાત્રે નવ સુધી ખુલ્લા રાખી શકાશે: વિજયભાઈની જાહેરાત: રાજકોટમાં ભયાનક વીજળીના કડાકા-ભડાકા સાથે 15 મિનિટમાં પોણો ઈચ વરસાદ ત્રાટકયો: ૨ અને ૩ જુલાઇ સુધીમાં દેશભરમાં ચોમાસું ફરી સક્રિય બની જશે, ગુજરાતમાં પણ સારા વરસાદના ઉજળા સંજોગો, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને પશ્ચિમી તટે નૈઋત્યનું ચોમાસું સક્રિય થયું, ૫ અને ૬ જુલાઇ સુધી વરસાદ ચાલુ રહેશે : રાજ્યના 113 તાલુકામાં બેથી પાંચ ઇંચ વરસાદ પડ્યો, સૌરાષ્ટ્રના મેંદરડામાં બે ઇંચ, ધ્રોલ અને માળિયા હાટીનામાં દોઢ ઇંચ, માંગરોળ કોટડાસાંગાણી લાઠી-લિલિયામાં એક-એક ઈંચ વરસાદ પડ્યો: કોંગી દિગ્ગજ અહેમદભાઈ પટેલના નિવાસે સતત આજે બીજા દિવસે ઇડી અધિકારીઓ નિવેદન લેવા પહોંચ્યા, સાંડેસરા બંધુઓના અબજો રૂપિયાના કૌભાંડ બારામાં પૂછપરછ ચાલુ

(1:05 pm IST)
  • બોટાદના બરવાળા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: ભીમનાથ અને પોલારપુર ચોકડી વિસ્તારમાં વરસાદ: નભોઈ અને પીપરીયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ: વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી: ખેડૂતોમાં ખુશીની લહેર access_time 9:37 pm IST

  • જામનગર શહેરમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ:કૃષ્ણનગર શેરી નંબર છ માં રહેતા 60 વર્ષીય વૃદ્ધ અને સ્વામિનારાયણ નગર શેરી નંબર ત્રણ માં રહેતા બ્રાહ્મણ આઘેડને કોરોના વળગ્યો access_time 8:27 pm IST

  • હુરિયત નેતા ગિલાનીનું રાજીનામુ : સૈયદ અલીશાહ ગિલાનીએ ઓલ પાર્ટી હુરિયત કોન્ફરન્સમાંથી રાજીનામુ આપ્યુ છેઃ તેઓ ચેરમેન પદ પર હતા access_time 4:16 pm IST