Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રૂસમાં ૭૬ ટકા લોકોએ કર્યું બંધારણના સુધારાને સમર્થન ર૦૩૬ સુધી રાષ્ટ્રપતિ બની રહેશે પુતિન

મોસ્કોઃ રૂસની સરકારી સર્વેક્ષણ એજન્સીએ કહ્યું કે એમના  એગ્ઝિટ પોલથી ખ્યાલ આવ્યો કે ૭૬ ટકા લોકોએ સુધારાના સમર્થનમાં મતદાન કર્યું છે. જો આ સુધારાને મંજુરી મળી જશે તો રાષ્ટ્રપતિ પુતિન વર્ષ ર૦૩૬ સુધી રાષ્ટ્રપતિ પદ પર બન્યા રહેવાનો રસ્તો સ્પષ્ટ થઇ જશે.

બંધારણીય સુધારા પર મતદાનની પ્રક્રિયા રપ જૂનના શરૂ થઇ હતી જયારે પુતિનના આલોચકોનું કહેવું છે કે વોટિંગ પ્રક્રિયા માત્ર દેખાડો છે.

(12:15 am IST)